Junagadh Food: તમે સમોસા (Samosa) તો ખૂબ ખાધા હશે, પણ આજે અમે તમને જણાવીશું એક એવું સરનામું; જ્યાં મળતી સમોસી (Junagadh Samosi) ખાવા માટે લોકો જ્યારે પણ નાસ્તો કરવાની ઈચ્છા થાય, ત્યારે અહીં પહોંચી જાય છે. જૂનાગઢના નરસિંહ તળાવ પાસે મળતી સમોસી એટલી ફેમસ (Famous Food Junagadh) થઈ ગઈ છે કે, બહારથી આવતાં લોકો અને ફૂડ બ્લોગર્સ એને ટેસ્ટ કરવાનું નથી ચૂકતા.
જૂનાગઢની શાન કહેવાતા નરસિંહ મહેતા તળાવની સામે આવેલ મિલન ફાસ્ટફૂડની નજીક એક યુવાન નાનો એવો થડો લગાવીને સમોસીનું વેંચાણ કરે છે. સવારે 9 થી 1 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી લોકોને ગરમાગરમ સમોસી ખવડાવતાં ધવલભાઈની સમોસી એટલી ફેમસ થઈ ગઈ છે કે, તેઓ જ્યારથી થડો લગાવે ત્યારથી માલ પૂરો થાય, ત્યાં સુધી લોકોની ભીડ રહે છે.
શુદ્ધ વસ્તુમાંથી તૈયાર થતી મસાલેદાર સમોસીમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની સાથે ગોળની ચટણી અને તીખી ચટણી આપવામાં આવે છે. કરકરી સેવ છાંટીને સર્વ થતી સમોસીનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો છે. ગ્રાહકને રોજેરોજ ફ્રેશ વસ્તુ ખવડાવાના આગ્રહ સાથે સમોસીનું વેંચાણ કરતાં ધવલભાઈ છેલ્લાં 7 વર્ષથી અહીં ફાસ્ટફૂડનું વેંચાણ કરી રહ્યાં છે. ધવલભાઈને ફાસ્ટફૂડના વ્યવસાય માટે તેઓના મામાએ પ્રેરણા આપી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર