જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સત્તામાં પુનરાવર્તન, આચાર્ય પક્ષનો વિજય

News18 Gujarati
Updated: May 13, 2019, 7:52 PM IST
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સત્તામાં પુનરાવર્તન, આચાર્ય પક્ષનો વિજય
છેલ્લા દસ ર્ષથી જૂનાગઢ મંદિરમાં આચાર્ય પક્ષનું સાશન છે. જુનાગઢ મંદિરમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષની જ સત્તા રહેશે.

છેલ્લા દસ ર્ષથી જૂનાગઢ મંદિરમાં આચાર્ય પક્ષનું સાશન છે. જુનાગઢ મંદિરમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષની જ સત્તા રહેશે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ:

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીની મતગણતરી શાંતી રીતે પૂર્ણ થઈ. જેમાં આચાર્યપક્ષનો વિજય થયો છે. એટલે કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સત્તામાં પુનરાવર્તન થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સંત વિભાગની બે બેઠક, પાર્સદ વિભાગની એક બેઠક અને ગૃહસ્થ વિભાગની ચાર બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાંથી પાંચ બેઠકો પર આચાર્યપક્ષના ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે બે બેઠક પર દેવપક્ષના ઉમેદવારનો વિજય થયો છે.

મહત્વની વાત એ છે કે, સંતોની બે બેઠક પર દેવપક્ષનો વિજય થયો છે, પરંતુ પાર્સદની એક બેઠક અને ગૃસ્થ વિભાગની ચારે ચાર બેઠક પર આચાર્યપક્ષનો જંગી મતોથી વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, જુનાગઢ મંદિરમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષની જ સત્તા રહેશે.

કઈ બેઠક પર કોણ જીત્યું
સંત વિભાગ - સંત વિભાગની બે બેઠક પર દેવપક્ષના દેવનંદન સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીની જીત થઈ છે.પાર્સદ વિભાગ - પાર્સદ વિભાગની એક બેઠક પર આચાર્ય પક્ષના ન્યાલકારણ ભગતની જીત થઈ છે.

ગૃહસ્થ વિભાગ - જ્યારે ગૃસ્થ વિભાગની ચારે ચાર બેઠક પર આચાર્ય પક્ષના જાદવભાઈ જેરામભાઈ ચાવડા, મગનભાઈ નાનજીભાઈ સભાયા, નંદલાલ દલસુખભાઈ બામટા અને રતિલાલ ભાનુભાઇ ભાલોડિયાની જીત થઈ છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરના બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ, અચાનક જ સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ સમયે, ઘટનાનુ કવરેજ કરતાં, મિડીયાકર્મચારીઓ સાથે પોલીસે ગુંડાગિર્દી કરી અને ખાનગી ચેનલના પત્રકારોને માર માર્યાની ઘટના પણ બની હતી. આ બધાની વચ્ચે આજે જૂનાગઢ પાર્ષદ વિભાગની મતગણતરી શરૂ થઇ ગઇ છે. જોકે તેનાં નિશ્ચિત સમય તરકાતં પોણો કલાક મોડી ગણતરી શરૂ થઇ છે જેને કારણે વહિવટી પ્રક્રિયામાં વિલંભ થવાને કારણે ગણતરી મોડી શરૂ થયુ હોવાનું જાણવા મળ્યું હતું. આપને જણાવી દઇએ કે પાર્ષદ વિભાગમાં 245 મત પડ્યા હતા. છેલ્લા દસ વર્ષથી જૂનાગઢ મંદિરમાં આચાર્ય પક્ષનું સાશન છે.
First published: May 13, 2019, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading