Home /News /kutchh-saurastra /

Junagadh: ખાદી ગ્રામોદ્યોગનું કચરિયું, અહીં દરરોજ 30 કિલો જેટલું લાઈવ કચરિયું બને છે

Junagadh: ખાદી ગ્રામોદ્યોગનું કચરિયું, અહીં દરરોજ 30 કિલો જેટલું લાઈવ કચરિયું બને છે

Kachriyu

Kachriyu Khadi Gramodyog

શિયાળાની (winter start) શરૂઆત સાથે જ જૂનાગઢ (Junagadh) ખાદી ગ્રામોદ્યોગમાં તલની સાની અથવા તો કચરિયું (kachariyu) મળવાની શરૂઆત થઈ ચૂકી છે, આવો જોઈએ કેવી રીતે બને છે 

    Junagadh News: શિયાળાની (Winter) ઋતુને સ્વાસ્થ્ય (Health) માટેની ઉત્તમ ઋતુ માનવામાં આવે છે, ત્યારે આ ઋતુમાં પૌષ્ટિક ગુણો ધરાવતી તલની સાની અથવા તો કચરિયુંની (Kachariyu) માંગ ખુબજ વધી જાય છે. જૂનાગઢ ખાદી ગ્રામોદ્યોગમાં (Khadi Bhandar Junagadh) છેલ્લાં 15 વર્ષથી તલની સાની (Tal Ni Sani) બનાવવામાં આવે છે. રોજે રોજ તાજી બનતી તલની સાની લોકોને ખુબજ પસંદ પડે છે.

    વર્ષ 1978 માં જૂનાગઢ ખાદી ગ્રામોદ્યોગની શરૂઆત થઈ, જે પછી છેલ્લાં 15 વર્ષથી ખાસ કરીને શિયાળાની ઋતુમાં તલની સાની એટલે કે કચરિયું બનાવવામાં આવે છે. જેનું પ્રોડક્શન લાઈવ ગ્રાહક સામે જ કરવામાં આવે છે. શિયાળાની શરૂઆતમાં એટલે કે, દિવાળી પછી તેના પ્રોડક્શન ની શરૂઆત કરવામાં આવે છે, જે મહાશિવરાત્રી સુધી ચાલે છે. તલની સાની રોજેરોજ તાજી બનાવી, તેનું વેંચાણ કરવામાં આવે છે. જૂનાગઢ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં લોકોને એકદમ ફ્રેશ તલની સાનીનો લાભ મળે છે.

    ખાદી ગ્રામોદ્યોગ જૂનાગઢમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ પુરોહિતે જણાવ્યું કે, સૌરાષ્ટ્રનું મૂળ વાવેતર પહેલાં તલ જ હતું, જેથી સાની ખાવાની પરંપરા સૌરાષ્ટ્રમાં વર્ષોથી ચાલી આવે છે. તલની સાની બનાવવા માટે મુખ્યત્વે બે જ વસ્તુઓ વપરાય છે; એક તો તલ અને બીજો દેશી ગોળ. જેમાં તલનું જે પ્રમાણ હોય છે, તેના કરતાં 50% ગોળનું પ્રમાણ રાખવામાં આવે છે. તલની સાની બનાવવા માટે વપરાતો ગોળ પણ એકદમ શુદ્ધ અને દેશી વાપરવામાં આવે છે.

    જૂનાગઢ ખાદી ગ્રામોદ્યોગમાંથી વાર્ષિક આશરે 6 થી 7 લાખ રૂપિયાની તલની સાની કે કચરિયું વહેંચાય છે. જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ હોય છે, ઉપરાંત શિયાળા દરમિયાન કસરતની સાથોસાથ પૌષ્ટિક જમવાનું પસંદ કરતા હોય છે, તે લોકો આ તલની સાનીનો પૌષ્ટિક મીઠાઈ તરીકે ઉપયોગ કરે છે. ફક્તને ફક્ત શુદ્ધ ગોળમાંથી બનતી હોવાથી, તલની સાની એકદમ સુગર ફ્રી હોય છે, આથી સુગર પ્રોબ્લેમ ધરાવતાં લોકો પણ મોજથી તેનો આનંદ માણી શકે છે.

    સુભાષભાઈ પુરોહિતે વધુમાં ઉમેર્યું કે, ઘણી જગ્યાએ સાની બનાવતી વખતે તલને પીસતા સમયે તેમાંથી નીકળતું તેલ અલગ કાઢી લેવામાં આવતું હોય છે, પરંતુ અહીં સાનીનું લાઈવ પ્રોડક્શન ગ્રાહકની સામે જ કરવામાં આવે છે અને તેલ પણ એમનું એમ રહેવા દેવામાં આવે છે, જેથી તેમાં રહેલાં પૌષ્ટિક ગુણ એમને એમ જળવાયેલા રહે.

    ખાદી ગ્રામોદ્યોગ જૂનાગઢમાં દરરોજ 15 કિલોગ્રામ સફેદ તલની સાની અને 15 કિલોગ્રામ કાળા તલની સાની બનાવવામાં આવે છે. આમ, એક દિવસમાં અંદાજે 30 કિલોગ્રામ જેટલી સાની બનાવવામાં આવે છે. જેમ જેમ મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવશે, તેમ તેમ કચરિયુંની માંગ વધશે. બંને તલમાંથી બનતી સાનીના પૌષ્ટિક ગુણ તો એક જેવાં જ હોય છે, પરંતુ લોકો કાળા તલની સાની વધુ પસંદ કરે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Junagadh news

    આગામી સમાચાર