Home /News /kutchh-saurastra /

જૂનાગઢઃ કચરાના વર્ગીકરણ અંગે જાગૃતિ લાવવા મહાનગરપાલિકાએ કર્યું આ ઉત્તમ કામ! જુઓ Video

જૂનાગઢઃ કચરાના વર્ગીકરણ અંગે જાગૃતિ લાવવા મહાનગરપાલિકાએ કર્યું આ ઉત્તમ કામ! જુઓ Video

JMC

JMC awareness about waste sorting

આઝાદી કા અમૃત મહોત્સવની ક્લીન ઇન્ડિયા થીમેટીક ડ્રાઈવ અંતર્ગત આજરોજ જૂનાગઢમાં કચરાના વર્ગીકરણ અંગે જાગૃતિ લાવવા મહાનગરપાલિકાએ 

    જૂનાગઢઃ સમગ્ર દેશમાં ઉજવાય રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) અંતર્ગત હાલ જૂનાગઢ શહેરમાં ક્લીન ઇન્ડિયા (Clean India) થિમેટિક ડ્રાઈવનીઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ તા.18મી ઓક્ટોબર ના રોજ તળાવ દરવાજા (Talav Darvaja) શાક માર્કેટ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત તળાવ દરવાજા ખાતે આવેલ અંકુર સ્વીટ & ફરસાણ થી લઈને નાગેશ્વર ડેરી ફાર્મ સુધી અને કડીયાવાડ વિસ્તારમાં સફાઈ (Cleaning) અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક મનપા અધરીકારીઓ, કોર્પોરેટર, વેપારીઓ અને નાગરિકોએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ ક્લીન ઇન્ડિયા થીમેટીક ડ્રાઈવમાં આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કચરાના વર્ગીકરણ અંગે પણ જાગૃતિ આપવામાં આવી. જેના માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા માર્કેટના વેપારીઓને અવેરનેસ ચાર્ટનું વિતરણ કરવામાં આવ્યું. જે ચાર્ટમાં કચરાના વર્ગીકરણ વિશે જરૂરી માહિતી આલેખવામાં આવી છે. સૂકો કચરો, ભીનો કચરો, ઘરેલુ જોખમી કચરો અને જોખમી કચરો/સેનેટરી વેસ્ટ નો નિકાલ અલગ અલગ શા માટે કરવો તે અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

    મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવેલ અવેરનેસ ચાર્ટથી વેપારીઓ તો જાગૃતિ કેળવશે જ, સાથોસાથ દુકાને વસ્તુઓ ખરીદવા આવતાં ગ્રાહકો પણ આ બાબત જાણશે અને તેઓના રોજિંદા જીવનમાં અનુસરવાનો પ્રયત્ન કરશે, તેવા શુભ ઉદ્દેશ્ય સાથે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાવ દરવાજા અને કડીયાવાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આસી.કમિશનર જયેશભાઈ વાજા, સેનિટેશન ચેરમેન વાલભાઈ આમછેડા, આરોગ્ય સમિતિ ચેરમેન આરતીબેન જોશી, સેનિટેશન સુપ્રી.કલ્પેશભાઈ ટોલિયા, વિરલભાઈ જોશી, ફૂડ ઇન્સ્પેકટર ઉદયભાઈ નંદાણીયા, વોર્ડ પ્રભારી મનોજભાઈ પંડયા તેમજ તળાવ દરવાજા અને કડીયાવાડ માર્કેટના વેપારીઓ તેમજ વિવિધ એસોસીએસનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    First published:

    Tags: Aazadi ka amrut mahotsav, Gujarati News News, Junagadh news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन