Home /News /kutchh-saurastra /

Girnari Kavo: ભવનાથમાં મળતું અમૃતપીણું, જેને પીવા લોકો દૂરદૂરથી અહીં આવે છે

Girnari Kavo: ભવનાથમાં મળતું અમૃતપીણું, જેને પીવા લોકો દૂરદૂરથી અહીં આવે છે

Bhavnath

Bhavnath Kava

શિયાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન વધારે પીવાતું આ અમૃતપીણું પીવા, કાવાપ્રેમીઓ દૂરદૂરથી ભવનાથ ખાસ કાવો પીવા માટે આવતાં હોય છે.

    Junagadh news: જે લોકો ગિરનાર (Girnar) અને ભવનાથ તળેટીથી (Bhavnath Taleti)વાકેફ હશે, એ લોકોએ અહીં મળતાં ગિરનારી કાવાનો (Bhavnath Kava) આસ્વાદ જરૂરથી માણ્યો હશે! ખાસ કરીને, શિયાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન વધારે પીવાતું આ અમૃતપીણું પીવા, કાવાપ્રેમીઓ દૂરદૂરથી ભવનાથ ખાસ કાવો પીવા માટે આવતાં હોય છે. અનેક પ્રકારની ઔષધિમાંથી (Aayurved)તૈયાર થતો ગિરનારી કાવો કડકડતી ઠંડીમાં (Winter) પણ ગરમીનો અહેસાસ કરાવે છે.

    ગિરનારી કાવાની ખાસિયત શું છે?

    ભવનાથ તળેટીમાં મળતો ગિરનારી કાવો ખાસ કરીને શિયાળા અને ચોમાસાની ઋતુમાં વધુ લોકપ્રિય બની જાય છે, તેનું કારણ છે તેની ગરમાહટ! અનેકવિધ પ્રકારની આયુર્વેદિક અને સહેલાઈથી મળી રહેતી સામગ્રીઓ ભેળવીને આયુર્વેદિક કાવો તૈયાર કરવામાં આવે છે. જે તાસીરમાં ગરમ હોવાથી, લોકો ઠંડા વાતાવરણમાં પીવાનું વધુ પસંદ કરે છે.

    ગિરનારી કાવાને તાંબાના વાસણમાં શું કામ પકાવવામાં આવે છે?

    આપણે ત્યાં જુના જમાનામાં લોકો તાંબા-પિત્તળના વાસણમાં જ રસોઈ બનાવતાં, જેથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું. એજ કારણથી, ભવનાથમાં બનતો આયુર્વેદિક કાવો તાંબાના વાસણમાં તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો રોગ થવાની સંભાવના રહેતી નથી.

    ગિરનારી કાવામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? કેવી રીતે તૈયાર થાય છે?

    ગિરનારી કાવામાં આદુ, ફુદીનો, અજમો, તુલસી, દાડમના પાન, અરડૂસીનાં પાન, મરી, ગુંદદાણા, લિંડી પીપર, જાયફળ, લવિંગ, તજ વગેરે જેવી સામગ્રીઓ ઉમેરવામાં આવે છે. તાંબાના વાસણમાં પાણી સાથે ઉપરની તમામ સામગ્રીઓ નાખીને તેને ઉકાળવામાં આવે છે. જે પછી લીંબુ, મરી-મસાલા, ખમણેલું આદુ અને ફુદીનાના પાન સાથે તેને કાચની પ્યાલીમાં સર્વ કરવામાં આવે છે. લોકો ચમચીની મદદથી ગરમાગરમ કાવાની ચૂસકીઓ મારીને ઠંડીને દૂર ભગાવે છે.

    કાવો અનેક બીમારીઓમાં અસરકારક છે

    ભવનાથમાં મળતો આયુર્વેદિક કાવો તેના ઔષધીય ગુણોને કારણે શરદી, ઉધરસ, કફ, શ્વાસ વગેરે બીમારી માટે ખુબજ અસરકારક સાબિત થાય છે. કોરોના કાળમાં જૂનાગઢમાં અનેક જગ્યાએ કાવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી ઘણાં લોકો રાહતનો અનુભવ કરતાં હતાં. ભવનાથમાં મળતા કાવાની એક પ્યાલી રૂ.20માં મળે છે, આ ઉપરાંત અહીં રૂ.20માં કાવા મસાલાનું તૈયાર પેકીંગ મળે છે, જેનાથી લોકો ઘરે જઈને કાવો બનાવી શકે છે.

    કાવો; જૂનાગઢનું રાષ્ટ્રીય પીણું છે!

    જૂનાગઢવાસીઓ માટે ભવનાથ એ એક રિફ્રેશમેન્ટ પોઇન્ટ છે, જ્યાં જઈને તે દિવસભરનો થાક થોડીવારમાં દૂર કરે છે. એમાંય શિયાળાની અને ચોમાસાની ઠંડી ઋતુમાં કાવાનો સાથ ભળે, ત્યારે જૂનાગઢવાસીઓને મોજના તોરા છૂટે છે! બીજી ઘણી જગ્યાએ કાવો મળતો હશે, પણ ભવનાથ તળેટીમાં મળતો કાવો પીવા લોકો દૂરદૂરથી આવે છે. કેમકે, અહીં બેસીને કાવો પીવાની મજા જ કઈંક અનોખી છે! જેના માટે જાત અનુભવ કરવો જ રહ્યો
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર