Home /News /kutchh-saurastra /

Junagadh: મેયરની ચેમ્બર બહાર ધામા નાખી, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી આ માંગ

Junagadh: મેયરની ચેમ્બર બહાર ધામા નાખી, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી આ માંગ

Aam

Aam Aadmi Party workers

જૂનાગઢ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મેયરની ચેમ્બર બહાર ધામા નાખીને, મોટા અવાજે સૂત્રોચ્ચાર કરી મહાનગરપાલિકા ગજાવી, જાણો શું છે માંગ...

    Junagadh City: જૂનાગઢ શહેર (Junagadh city)પ્રવાસન સ્થળ તરીકે દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ જૂનાગઢ શહેરમાં અન્ય મોટા શહેરોની જેમ સીટી બસ સેવા (City Bus Service) અનેક વર્ષોથી બંધ પડી છે. જૂનાગઢ શહેર વિસ્તારની દ્રષ્ટિએ પણ ઘણું મોટું છે, ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને બહારથી આવતાં પ્રવાસીઓ પ્રાઇવેટ વાહનોના મોંઘાદાટ ભાડા ભરવા મજબુર બન્યાં છે. જેને લઈને જૂનાગઢ મહાનગર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા જૂનાગઢ મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

    જૂનાગઢ મહાનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજરોજ તા.21મી ડિસેમ્બરના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાએ જઈને મેયરની ચેમ્બર બહાર ધામા નાખ્યાં હતાં. જૂનાગઢ શહેરમાં અનેક વર્ષોથી બંધ પડેલી સીટી બસ સેવાને વહેલી તકે શરૂ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટા અવાજે સૂત્રોચ્ચાર કરીને, મહાનગરપાલિકા ગજાવી હતી.

    આ પણ વાંચો: સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ, ભૂલકા વિહાર શાળામાં 3 વિદ્યાર્થીને કોરોના

    આ તકે વાત કરતાં આમ આદમી પાર્ટી-જૂનાગઢ મહાનગરના પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ વિસ્તારની દ્રષ્ટિએ ઘણું મોટું છે, ત્યારે એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે સીટી બસ સેવા બંધ હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને અનેકગણું રિક્ષાભાડુ ચૂકવવું પડે છે. જૂનાગઢ શહેરમાં પહેલાની જેમ સીટી બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવે, તેવી માંગ સાથે મેયરને આવેદન આપ્યું છે. જો આ માંગણી 10 દિવસમાં નહીં સંતોષાય તો, ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: City bus, Demand, JMC, Mayor, આમ આદમી પાર્ટી, મહાનગરપાલિકા

    આગામી સમાચાર