Home /News /kutchh-saurastra /

80 દીકરીઓએ લીધી ત્રિશુળ દીક્ષા, આ સમયે નિયમભંગ બદલ 1700 વાહનચાલકોને જૂનાગઢ પોલીસે દંડ્યા

80 દીકરીઓએ લીધી ત્રિશુળ દીક્ષા, આ સમયે નિયમભંગ બદલ 1700 વાહનચાલકોને જૂનાગઢ પોલીસે દંડ્યા

Junagadh

Junagadh police

Junagadh Police: જૂનાગઢની 80 દીકરીઓએ ત્રિશુલ દીક્ષા લીધી. આ સમયે નિયમોનો ભંગ કરનાર કુલ 1,700 જેટલાં વાહનચાલકો પાસેથી જૂનાગઢ પોલીસ દ્વારા આટલો દંડ વસુલ કરવામાં ?

    જૂનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દુર્ગાવાહિની ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 80 દીકરીઓએ ત્રિશુલ દીક્ષા મેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના દુર્ગાવાહિની સંયોજિકા ડો.અર્ચનાબેન ત્રિવેદી તેમજ મુખ્ય વક્તા તરીકે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ક્ષેત્રના દુર્ગાવાહિની સંયોજિકા ડો.યજ્ઞાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.

    આ બેઠકમાં અધ્યક્ષસ્થાને સાધ્વીજી મહેશ્વરીદેવીજી ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત આ કાર્યક્રમની શોભા વધારવા અતિથિ વિશેષ તરીકે પૂજબેન કારિયા તેમજ રૂપલબેન લખલાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે વડાલ સ્થિત સાધ્વીજી વીણાબેન, આરતીબેન જોશી, ગીતાબેન જોશી તેમજ સામાજિક આગેવાનો બહેનો અને જ્ઞાતિ અગ્રણી બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો.યજ્ઞાબેન જોશીને સાફો પહેરાવ્યો હતો, તેમજ તલવાર ભેટ આપીને સન્માન કરેલ હતા. અન્ય ઉપસ્થિત મહાનુભવોને મોમેન્ટો આપીને સન્માનિત કરેલ હતા.

    આગામી નજીકના દિવસોમાં આવો જ ભવ્ય દુર્ગાવાહિની ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન થશે, એવો સંકલ્પ કરેલ હતો. સીમાબેન દવે કે, જેઓ મહાનગર ના માતૃશક્તિ આયામના સંયોજિકા છે, તેમજ આ કાર્યક્રમ ના ઇન્ચાર્જ હતા તેમને ટીમના તમામ બહેનો સાથે સંકલન કરી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

    નિયમોનો ભંગ કરનાર કુલ 1,700 જેટલાં વાહનચાલકો પાસેથી જૂનાગઢ પોલીસ દ્વારા ₹3,00,000નો દંડ વસુલ કરવામાં આવ્યો.:

    દિવાળીના તહેવારો નજીકમાં છે, ત્યારે જુનાગઢવાસીઓ દિવાળીના તહેવારો શાંતિમય માહોલમાં મનાવી શકે તે માટે રેન્જ ડીઆઇજી મનિન્દર પવાર સાહેબ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ખાસ પેટ્રોલીંગ હાથ ધરવા સૂચના અપાઇ હતી.

    જેના પગલે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં શહેરમાં ફૂટ પેટ્રોલીંગ, વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન છેલ્લા 10 દિવસમાં લાયસન્સ વિના વાહનો લઇને નિકળી પડતા ટિનએજરો સામે, બ્લેક ફિલ્મ લગાડીને ફરતા વાહન ચાલકો સામે તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    આ કાર્યવાહીમાં નિયમોનો ભંગ કરનાર કુલ 1,700 જેટલાં વાહનચાલકો પાસેથી ₹3,00,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 117 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન ખાસ કરીનેે ચોર, ચિટર ટોળકી, લુખ્ખા તત્વો, છેડતી કરનાર, છારા ગેન્ગ, ઇરાની ગેન્ગ વગેરેથી સાવધ રહેવા જનતાને જણાવાયું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: JMC, Junagadh police, Vishv Hindu Parishad, જૂનાગઢ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन