Home /News /kutchh-saurastra /

Junagadh: અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કુલ 1058 ફોર્મ ભરાયા, આ તારીખે યોજાશે સ્પર્ધા

Junagadh: અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કુલ 1058 ફોર્મ ભરાયા, આ તારીખે યોજાશે સ્પર્ધા

Girnar Ascent-Descent Competition

અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, ત્યારે સ્પર્ધકો તરફથી આવેલા કુલ 1058 ફોર્મ સ્‍વીકારવામાં આવ્‍યા છે. જે અંતર્ગત સિનિયર ભાઇઓ-400, જુનીયર ભાઇઓ-330, સિનિયર બહેનો-148, જુનીયર બહેનો-180ની સંખ્‍યામાં રજીસ્‍ટ્રેશન થયેલ છે.

વધુ જુઓ ...
    Junagadh News: જૂનાગઢ જિલ્‍લા યુવા વિકાસ અધિકારી, જિલ્‍લા રમત ગમત કચેરી તેમજ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્‍પર્ધાનું (Girnar Competition) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1058 જેટલા સ્પર્ધક (Competitors) ભાઈઓ-બહેનો પોતાનામાં ભરેલા ઉત્સાહ અને સાહસના બળથી માત્ર ગણતરીની મિનિટોમાં ગિરનાર પર્વત (Girnar) સર કરી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા બનશે.

    મળતી માહિતી પ્રમાણે; જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર 36મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાવા જઈ રહી છે. જેમાં ભાગ લેવા માટેની અરજી કરવાની પ્રક્રિયા હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સિનિયર-જુનિયર 730 ભાઇઓ અને સિનિયર-જુનિયર 328 બહેનોના રજીસ્ટ્રેશન થયા છે, જ્યારે કુલ મળીને 1058 જેટલા સ્પર્ધકોએ ભાગ લેવા માટે અરજી કરી છે.

    હાલમાં અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, ત્યારે સ્પર્ધકો તરફથી આવેલા કુલ 1058 ફોર્મ સ્‍વીકારવામાં આવ્‍યા છે. જે અંતર્ગત સિનિયર ભાઇઓ-400, જુનીયર ભાઇઓ-330, સિનિયર બહેનો-148, જુનીયર બહેનો-180ની સંખ્‍યામાં રજીસ્‍ટ્રેશન થયેલ છે. આ વર્ષે અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.2 જાન્યુઆરીના રોજ યોજાશે. જેમાં સિનિયર ભાઇઓની સ્‍પર્ધા સવારે 07.00 કલાકે તેમજ જુનિયર ભાઇઓની સ્‍પર્ધા 7.15 કલાકે તેમજ સિનિયર/જુનિયર બહેનોની સ્‍પર્ધા સવારે 09.00 કલાકે યોજાશે.

    આગામી તા.2જી જાન્યુઆરીના રોજ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા આવનાર સ્પર્ધકોએ તા.2જી જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યે પહોંચવાનું રહેશે. જેમાં સિનિયર ભાઈઓએ સનાતન હિન્દુ ધર્મશાળા, ભવનાથ, જુનિયર ભાઈઓએ તળપદા કોળી સમાજની વાડી, ભવનાથ અને સિનિયર તથા જુનિયર બહેનોએ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ ખાતે ઉપર જણાવેલ સમયે પહોંચવાનું રહેશે. નામની પસંદગીની યાદી તેમજ રદ્દ થયેલ નામની યાદીજોવા માટે Dso Junagadhcity પર જોવું. સ્પર્ધાના દિવસે સ્પર્ધકો માટેની ભોજન વ્યવસ્થાસનાતન હિન્દુ ધર્મશાળા, ભવનાથ ખાતે કરવામાં આવશે.

    વધુમાં આ તકે રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઇ માલમના હસ્‍તે સ્‍પર્ધાનો શુભારંભ કરવામાં આવશે તથા કોવિડ-19 ના સંક્રમણની સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગને તકેદારી રાખવા અંગે સૂચના આપવામાં આવી છે, તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર