Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: નાગરિકોને મામલતદાર કચેરીએ ધક્કા ન ખાવા પડે, તે માટે થયું આ સુંદર આયોજન

જૂનાગઢ: નાગરિકોને મામલતદાર કચેરીએ ધક્કા ન ખાવા પડે, તે માટે થયું આ સુંદર આયોજન

સેવા

સેવા સેતુ કાર્યક્રમ

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે આજરોજ તા.20મી નવેમ્બરના રોજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 9 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

    જૂનાગઢઃ નાગરિકોને એકજ જગ્યાએથી અનેક સરકારી યોજના અને સેવાઓનો લાભ મળી રહે તેવા હેતુથી જૂનાગઢ શહેરમાં વોર્ડ નંબર 11, 12, 13 અને 14 ના નાગરિકો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લઈને, કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે આજરોજ તા.20મી નવેમ્બરના રોજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 9 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વોર્ડ નંબર 11, 12, 13 અને 14 ના રહેવાસીઓને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને આપવામાં આવતી 56 જેટલી વિવિધ સેવાઓ એક જ જગ્યાએથી મળે, તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    લોકોને મામલતદાર કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કુલ 4 વોર્ડના 1500 થી વધારે લોકોએ આ કાર્યક્રમનો લાભ લઈને ગુજરાત સરકારના 20 જેટલા ખાતાઓ દ્વારા આપવામાં આવતી 56 જેટલી સેવાઓનો લાભ એક જ જગ્યાએથી મેળવ્યો હતો.

    સેવાસેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગત અરજીઓ, આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, માઁ અમૃતમ યોજના તથા વાત્સલય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ વગેરે કરવામાં આવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन