Home /News /kutchh-saurastra /

જૂનાગઢઃ મહેતાજીના ચોરા ખાતે નૂતન ધ્વજાજી આરોહણનું આયોજન થયું, Videoમાં કરો દર્શન

જૂનાગઢઃ મહેતાજીના ચોરા ખાતે નૂતન ધ્વજાજી આરોહણનું આયોજન થયું, Videoમાં કરો દર્શન

Mehtaji's

Mehtaji's Chora

જૂનાગઢ નરસિંહ મહેતાના ચોરા ખાતે ભગવાન શ્રી દામોદરરાયજી, શ્રી ગોપનાથ મહાદેવજી અને શ્રી હનુમાનજી મહારાજના મંદિરને નૂતન ધ્વજા અર્પણ 

  જૂનાગઢઃ જૂનાગઢ ખાતે આવેલા અતિપ્રાચીન ભક્તકવિ નરસિંહ મહેતાજીના ચોરા ખાતે નૂતન ધ્વજાજી આરોહણ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં ભગવાન શ્રી દામોદરરાયજી, શ્રી ગોપનાથ મહાદેવજી અને શ્રી હનુમાનજી મહારાજના મંદિરને નૂતન ધ્વજા ચડાવવામાં આવી. નરસિંહ મહેતાજીના ચોરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક ભાવિકોએ હાજરી આપીને ધ્વજાજી આરોહણના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.

  આગામી સમયમાં આવી રહેલાં દીપાવલી પર્વને લઈને જૂનાગઢમાં આવેલા અતિપ્રાચીન નરસિંહ મહેતાજીના ચોરા ખાતે આજરોજ તા.29મી ઓક્ટોબર ના રોજ ભગવાન શ્રી દામોદરરાયજી, શ્રી ગોપનાથ મહાદેવજી અને હનુમાનજી મહારાજના મંદિરના શિખર ઉપર શ્રી ધ્વજાજી આરોહણ વિધિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ધ્વજાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું, જે પછી સૌ કોઈ ભાવિકોએ ધ્વજાજીને શિર ઉપર ધારણ કરીને અસલ રાસચોરા ફરતે પ્રદક્ષિણા કરી હતી, ત્યારબાદ ધ્વજાજીને ભગવાન શ્રી દામોદરરાયજી, શ્રી ગોપનાથ મહાદેવજી અને હનુમાનજી મહારાજના મંદિરના શિખર ઉપર ક્રમાનુસાર ધ્વજાજી આરોહણ કરવામાં આવ્યું હતું.

  આ શુભ પ્રસંગે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ શશીનભાઈ નાણાવટી પરિવાર સહિત અનેક ભાવિકોએ ધ્વજાજી અવરોહણના દર્શનનો લ્હાવો લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
  First published:

  Tags: Gujarati News News, Junagadh news

  આગામી સમાચાર