Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં લોન મેળાનું આયોજન, લાભાર્થીઓને કરોડોની લોનનું વિતરણ કરાયું

જૂનાગઢમાં લોન મેળાનું આયોજન, લાભાર્થીઓને કરોડોની લોનનું વિતરણ કરાયું

loan

loan fair

જૂનાગઢમાં જિલ્લા કક્ષાના લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રાહકોને કરોડોની લોનનું વિતરણ કરવામાં આવ્યું...

    જૂનાગઢઃ  આઝાદી કા અમૃત મહોત્સવની (azadika Amrut mahotsav) ઉજવણી સંદર્ભે કેન્દ્ર સરકારના આવાહનમાં ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામનું (Credit Outreach Programme)આયોજન જૂનાગઢ (junagadh) જિલ્લામાં કરવામાં આવ્યું. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના નેજા હેઠળ આ આયોજન થયું. જેમાં ભારતીય સ્ટેટ બેન્ક (SBI)લીડ બેન્ક તરીકે રહી અને ભારતીય સ્ટેટ બેન્કએ વિવિધ બેન્ક ના સહયોગથી એક સફળ આયોજન કર્યું.

    <p>આ કાર્યક્રમમાં અંદાજીત ₹87 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું. નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) તેમજ ડીઆઇસીનું પણ આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ યોજદાન રહ્યું. જૂનાગઢના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આવા કાર્યક્રમો ખુબજ મદદરૂપ થાય છે, માટે આગામી સમયમાં પણ આવા કાર્યક્રમો થતાં રહેશે તેવું ભારતીય સ્ટેટ બેંકના જનરલ મેનેજર રાજીવ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું.

    <p>આ તકે એસએચજી લોન, પ્રધાનમંત્રી સ્વનિધિ, પીએમ ઇજીપી, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સહિતની લોનનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં જુદીજુદી બેંકના અધિકારીઓ તથા કર્મચારીગણ અને મોટી સંખ્યામાં ગ્રાહકોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news, Loan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन