Home /News /kutchh-saurastra /અદ્દભુત ઘટના: જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો

અદ્દભુત ઘટના: જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો

X
Sakkarbagh

Sakkarbagh Zoo

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝુ ખાતે એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો, જુઓ અદ્દભુત ઘટના વીડિયોમાં...

જૂનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbaug Zoological Park) કાર્યરત બ્રિડિંગ સેન્ટર ખાતે એક વર્ષમાં 24 જેટલા સિંહબાળનો (Lion)જન્મ થયો છે, જેમાં અગાઉ ત્રણ સિંહબાળને જન્મ આપનાર ડી-9 સિંહણે વધુ 5 સિંહબાળને (Asiatic Lion) જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં એક વર્ષમાં જન્મનાર સિંહબાળની (Lion Cub) સંખ્યા 24 એ પહોંચી છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નીરવ મકવાણાએ આ અંગે જણાવ્યું હતું કે, જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતી ડી-9 સિંહણ અને એ-1 સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહબાળનો જન્મ થયો છે. અહીંયા નોંધનીય વાત એ છે કે, ડી-9 સિંહણે ગત વર્ષે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. જેથી કરીને ડી-9 સિંહણ અત્યાર સુધીમાં 8 જેટલા સિંહબાળની માતા બની છે.

આ પણ વાંચો: રાજકોટ ભાજપે વિજય રૂપાણીને ફરી CM બનાવી દીધા? વાયરલ થઇ રહ્યું છે બોર્ડ

સક્કરબાગમાં એક માતા સાથે પાંચ સિંહબાળનો જન્મ થવાથી, વન્યપ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે સિંહમાતા એકીસાથે આટલા બચ્ચાને જન્મ આપે, તેવી અદ્દભુત ઘટના ભાગ્યે જ કોઈ સમયે જોવા મળે છે. હાલમાં ડી-9 સિંહણ અને તેમના પાંચેય સિંહબાળ એકદમ સુરક્ષિત છે, જેનું સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સક્કરબાગમાં પાંચ સિંહબાળનો જન્મ થતાં, એક વર્ષમાં જન્મેલા સિંહબાળની સંખ્યા 24એ પહોંચી છે.

આ પણ વાંચો: એસુરત: 23 વર્ષનો પાટીદાર દીકરો બ્રેનડેડ થતા, પરિવારે હૃદય, ફેફસાં સહિત પાંચ અંગોનું કર્યુ દ

વધુમાં આરએફઓ સાહેબે જણાવ્યું હતું કે, સિંહબાળ મોટા થાય ત્યાં સુધી તેનું જતન સક્કરબાગ ઝૂમાં જ કરવામાં આવે છે. જે પછી કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પ્રાણીઓની આપલે કરવામાં આવતી હોય છે. સક્કરબાગ ઝુમાંથી એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે.
First published:

Tags: Lioness, જૂનાગઢ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો