Home /News /kutchh-saurastra /

ગુરુ નાનકદેવના 552માં જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું

ગુરુ નાનકદેવના 552માં જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું

birth

birth anniversary of Guru Nanak

જુનાગઢ સિંધી સોસાયટી ખાતે શ્રી ગુરુનાનક દેવ મહારાજ ના 552 માં જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

    આજે સમગ્ર વિશ્વમાં શ્રી ગુરુનાનક દેવના 552માં જન્મોત્સવની (Guru Nanak Jayanti 2021) ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં પણ ગુરુનાનક દેવના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિંધી સોસાયટીમાં (Sindhi Society Junagadh) ગુરુનાનક જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. જેમાં સિંધી સમાજના ભાવિકો અને શીખ સંગતે હાજરી આપીને શોભાયાત્રાની ભવ્યતામાં વધારો કર્યો.

    દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિંધી સોસાયટીમાં સ્થિત શ્રી ગુરુનાનક ગુરુદ્વારા તથા સંત વાસુરામ દરબાર ખાતે શ્રી ગુરુનાનક દેવ મહારાજના 552માં જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી. ગુરુનાનક જન્મોત્સવની ઉજવણીની શરૂઆત કારતક મહાતમના ભોગ સાહેબથી કરવામાં આવી. જે પછી શ્રી ગુરુગ્રંથ સાહેબની હાજરી સાથે સિંધી સોસાયટીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

    સિંધી સોસાયટીમાં નીકળેલી શોભાયાત્રામાં સોસાયટીના શીખ સંગતોએ પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજરી આપી, શોભાયાત્રાની ભવ્યતામાં વધારો કર્યો. શોભાયાત્રા દરમિયાન જે માર્ગો ઉપરથી શ્રી ગુરુગ્રંથ સાહેબ પસાર કરવામાં આવ્યાં હતાં, તે માર્ગને ભાવિકો દ્વારા સાવરણાથી સાફ કરી અને પાણીનો છંટકાવ કરી ચોખ્ખાં કરવામાં આવ્યાં હતાં. શોભાયાત્રાના અંતે સર્વે શીખ સંગતે સાથે મળીને દરબાર સાહેબમાં પ્રસાદી ગ્રહણ કરી હતી.
    First published:

    Tags: Guru nanak jayanti 2021, Junagadh news, Local News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन