Home /News /kutchh-saurastra /જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં માદા વરુએ 6 બચ્ચાને જન્મ આપ્યો, વરુની કુલ સંખ્યા 50 થઈ
જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં માદા વરુએ 6 બચ્ચાને જન્મ આપ્યો, વરુની કુલ સંખ્યા 50 થઈ
female wolf gave birth to 6 cubs
સક્કરબાગ ઝૂમાં (Sakkarbaug Zoo) વરૂનું બ્રિડીંગ સેન્ટર (Wolf Breeding Center) આવેલું છે. આ સફળ બ્રિડીંગ સેન્ટરમાં દર વર્ષે વરૂના (Wolf) અનેક બચ્ચાનો જન્મ થાય છે. થોડા દિવસ પૂર્વે સક્કરબાગ ઝૂમાં જયપુરવાળી નામની વરૂ માદાએ એક સાથે 6 બચ્ચાને જન્મ આપ્યો છે.
જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં (Sakkarbaug Zoo) વરૂનું બ્રિડીંગ સેન્ટર (Wolf Breeding Center) આવેલું છે. આ સફળ બ્રિડીંગ સેન્ટરમાં દર વર્ષે વરૂના (Wolf) અનેક બચ્ચાનો જન્મ થાય છે. થોડા દિવસ પૂર્વે સક્કરબાગ ઝૂમાં જયપુરવાળી નામની વરૂ માદાએ એક સાથે 6 બચ્ચાને જન્મ આપ્યો છે. જયપુરવાડી વરૂ માદા, દિપક નર વરૂ થકી પ્રથમ વખત માદા (Female Wolf) બની છે. સક્કરબાગ ઝૂમાં વરુના નવા છ બચ્ચાનું આગમન થતાં સક્કરબાગમાં વરુની કુલ સંખ્યા 50 જેટલી થઈ ગઈ છે.
સક્કરબાગમાં વસવાટ કરતી માદા જયપુરવાળી દ્વારા છ બચ્ચાંને જન્મ અપાયો છે, ત્યારે તેના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરાથી તેના પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સક્કરબાગના અધિકારીએ જણાવ્યા અનુસાર, સક્કરબાગ ઝૂમાં વરૂનું સફળ બ્રિડીંગ સેન્ટર છે. જયપુરની જયપુરવાડી અને દીપક થકી ઝૂમાં નવા 6 બચ્ચાનો જન્મ થયો છે. જયપુરવાડી વરૂ માદા દિપક નર વરૂ થકી પ્રથમ વખત માદા બની છે.
ઝૂ ઓર્થોરીટી અંતર્ગત પ્રાણી એકચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝૂ દ્વારા જયપુરના ઝૂને સિંહ આપી તેના બદલામાં જયપુરવાળી નામની વરૂ માદાને લાવવામાં આવી હતી. જયપુરવાળીની સક્કરબાગ ઝૂ દ્વારા સારસંભાળ રાખવામાં આવી હતી. જેમાં જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં જ જન્મેલા દીપક નામના વરૂ નરના મેટીંગથી જયપુરવાળીએ 6 બચ્ચાને જન્મ આપ્યો છે.
સામાન્ય રીતે વરૂ માદાના ગર્ભનો સમય 60-62 દિવસ હોય છે. સક્કરબાગ ઝૂમાં 6 નવા બચ્ચાનો જન્મ થતા વરૂની સંખ્યા હવે 50 થઇ ગઇ છે. 6 બચ્ચાને જન્મ આપનાર જયપુરવાડી માદાના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે, તેમજ સીસીટીવીકેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વરૂના સફળ બ્રિડીંગ સેન્ટર થકી વરૂની સંખ્યામાં વધારો થતા, હવે પ્રાણી એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વરૂના બદલામાં અન્ય પ્રાણી ઝૂમાં લાવવામાં આવશે. જેથી કરીને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ અને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.