Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: 40 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયેલી ગાયનું, ક્રેન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

જૂનાગઢ: 40 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયેલી ગાયનું, ક્રેન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

cow

cow rescue

જૂનાગઢ હાજીયાણી બાગ વિસ્તારમાં ઊંડા ખાડામાં પડી ગયેલ ગાયનું વિશ્વ હિન્દુ પરિષદની ટિમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું

    જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદ (Vishva Hindu Parishad) અવિરત ગાયોની સેવા કરી રહ્યું છે, ત્યારે જૂનાગઢ શહેરમાં હાજીયાણી બાગ વિસ્તરમાં એક ગાય મહાકાય ખાડામાં સરકી પડી હતી. જેની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢની ટિમ સ્થળ પર દોડી ગઈ હતી અને તે ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ (Cow Rescue) કરવામાં આવ્યું. જે પછી ગાયને સારવાર માટે લઈ જવામાં આવી હતી.

    વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘણા લાંબા સમયથી ગૌરક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન જેવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 365 દિવસ અને 24 કલાક મુસીબતમાં મુકાયેલી ગાયોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી, તેને જરૂરી સારવાર આપી સુરક્ષિત કરવામાં આવે છે.

    જૂનાગઢ બહાઉદ્દીન કોલેજની બાજુમાં હાજીયાણી બાગ નજીક એક બાંધકામ થઈ રહ્યું છે, જેના માટે જમીનનું ખનન કરવામાં આવ્યું છે. જે ખનનમાં અંદાજે 40 ફૂટ ઊંડા મહાકાય ખાડામાં એક ગાય સરકી પડી હતી. સ્થાનિક લોકોએ તેની જાણ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢની ટીમને કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખાડામાં પડી જવાથી બેસમેન્ટમાં પડેલા સળિયાથી ગાયને ઘણી ઇજાઓ પહોંચી હતી.

    સ્થાનિક ક્રેનની મદદથી ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ગાયને બહાર કાઢવામાં આવી. ગાયને અનેક જગ્યાએ ઇજાઓ થયેલ હોવાથી, વેટનરી તબીબને બોલાવી સારવાર કરવામાં આવી. સારવાર દરમિયાન ધ્યાનમાં આવ્યું કે, ગાયનો એક પગ ભાંગી ગયો હતો. જે પછી તાત્કાલિક ગોકુલેશ ગૌશાળા ખાતે ગાયને ખસેડવામાં આવી અને ત્યાં તેમની સંપૂર્ણ સારવાર કરવામાં આવી.

    સારવાર દરમિયાન સહ ગૌરક્ષા સંયોજક દિપતેસિંહ ચુડાસમા, મિત પટેલ, જય ગઢીયા, હાર્દિક જીકરિયા, સાગર નિર્મળ તથા અન્ય સાથી ગૌરક્ષકો તેમજ મહાનગરના મંત્રી હિરેન રૂપારેલીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cow Rescue, Junagadh news, Local News, News in Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन