Home /News /kutchh-saurastra /

ગરીબોની દિવાળી ખાસ બનાવવા જૂનાગઢના 'ઓન્લી ઇન્ડિયને' કરી સરાહનીય પહેલ

ગરીબોની દિવાળી ખાસ બનાવવા જૂનાગઢના 'ઓન્લી ઇન્ડિયને' કરી સરાહનીય પહેલ

Only Indian

'Only Indian' to make Diwali special for the poor

જૂનાગઢના ઓન્લી ઇન્ડિયન તરીકે ઓળખાતા વડીલે, ગરીબ બાળકોની દિવાળી ખાસ બનાવવા સરાહનીય પહેલ કરી છે, Video માં જુઓ વિશેષ માહિતી...

    સામાન્ય માણસની જેમ નબળી પરિસ્થિતિના કે ગરીબ લોકો પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી શકે તે માટે અનેક સેવાભાવી વ્યક્તિઓ અવનવાં પ્રયાસ કરતી હોય છે, એવામાં જૂનાગઢના ઓન્લી ઇન્ડિયન તરીકે ઓળખાતા વડીલે પણ ગરીબોની દિવાળી ખાસ બનાવવા એક સરાહનીય પહેલ હાથ ધરી. જેમાં તેઓએ અનેક દુકાને ફરી સ્વૈચ્છિક રીતે ફટાકડાં આપે તેવા વ્યક્તિ પાસેથી ફટાકડા લઈને જરૂરીયાતમંદ કે ગરીબ બાળકો સુધી તે ફટાકડા પહોંચાડી તેની દિવાળી ખાસ બનાવવા સરાહનીય પ્રયત્ન કર્યા.

    જૂનાગઢના ઓન્લી ઇન્ડિયન તરીકે ઓળખ આપતાં એવાં વડીલ; જેનાથી ભાગ્યે જ કોઈ જૂનાગઢવાસી અજાણ હશે! આ વડીલે દિવાળીના તહેવારો ઉપર એક સરાહનીય પહેલ હાથ ધરીને, લોકોને એક નવો સેવામાર્ગ ચીંધ્યો છે. ઓન્લી ઇન્ડિયને દિવાળીના તહેવારો દરમિયાન અંદાજીત 300 જેટલાં ફટાકડાના સ્ટોલ પર ફરીને સ્વૈચ્છિક જે લોકો તેમને ફટાકડા આપે તેમની પાસેથી ફટાકડાં પોતાની બેગમાં જમા કરીને, તેને જરૂરિયાતમંદ કે ગરીબ બાળકો સુધી પહોંચાડ્યા છે.

    તેઓના કહેવા મુજબ; તેઓ માત્ર આ સેવાકાર્ય માટે નિમિત્ત બન્યાં છે. અન્યથા અમીર હોય કે ગરીબ દિવાળીનો તહેવાર સૌ કોઈનો તહેવાર છે, ત્યારે સૌ કોઈ દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરે એ પણ જરૂરી છે! પણ જે લોકોની પરિસ્થિતિ નબળી છે અથવા તો ગરીબ ઘરના છે, તેવા લોકોને એક દિવસનું જમવાનું પણ મહા મહેનતે નસીબ થતું હોય છે, ત્યારે તેના બાળકોને ફટાકડાં કોણ લઈ આપે?

    ત્યારે આવા જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો પણ ફટાકડાં ફોડીને દિવાળીના તહેવારો ખાસ બનાવી શકે, તે માટે તેઓએ આ પહેલ હાથ ધરી છે. અનેક જુનાગઢવાસીઓ તેમને સ્વૈચ્છિક રીતે મદદ કરીને આશીર્વાદ મેળવી રહ્યાં છે. ઓન્લી ઇન્ડિયન કોઈ પાસે ફટાકડાં માંગતા નથી, પણ જે લોકો તેમની બેગમાં લખેલું લખાણ વાંચીને, સ્વ ઇચ્છાએ ફટાકડાં આપે તો હસતાં મોઢે સ્વીકારે છે અને ગરીબોમાં વિતરણ કરે છે.

    ઓન્લી ઇન્ડિયન છેલ્લાં કેટલાંક વર્ષોથી 'મિલ્કબેન્ક ઓફ ઇન્ડીયા' નામની સમાજસેવી પ્રવૃત્તિ પણ કરી રહ્યાં છે, જેમાં શિવાલયોમાં શિવજીને દૂધનો અભિષેક કર્યા પછી બચતુ દૂધ, તેઓ એક મિલ્કબેન્કમાં જમા કરીને તેને ગરમ કરીને ગરીબ બાળકો, જરૂરિયાતમંદ સગર્ભા માતા સુધી પહોંચાડે છે, તેઓની આ સેવા પ્રવૃત્તિની નોંધ ન માત્ર ભારત દેશ પણ વિદેશમાં પણ લેવાઈ રહી છે.
    First published:

    Tags: ગુજરાત, જૂનાગઢ

    આગામી સમાચાર