રાજ્યમાં (Gujarat) વન વિસ્તારનો વ્યાપ વધારવા ભારતના સર્વપ્રથમ કનૈયાલાલ મુનશી (Kanaiyalal Munshi) દ્વારા વૃક્ષારોપણને (Tree Plantation) એક ઝુંબેશ સ્વરૂપે ઉજવવાનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો, જે લોકોએ આવકાર્યો અને આ લોકોત્સવને "વન મહોત્સવ" (Van Mahotsav) એવું નામ આપવામાં આવ્યું. વર્ષ 1950 માં સૌપ્રથમ વખત વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે પછી દર વર્ષે ઉજવાતો આ ઉત્સવ સૌથી લોકપ્રિય મહોત્સવ બની ગયો.
આજરોજ તા.14મી ઓગસ્ટના રોજ જૂનાગઢ ખાતે આવેલી કેન્દ્ર વિદ્યાલય ખાતે 72માં વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહિત, જૂનાગઢ જિલ્લા ફોરેસ્ટ રેન્જના વનકર્મીઓ તેમજ જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં વન મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો.
આ તકે ઉપસ્થિત થયેલા સર્વે મહાનુભાવોએ પોતાને હસ્તે જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલયના પટાંગણમાં સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ ઉપસ્થિત સર્વે લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા અંગે અપીલ કરવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ 72માં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમના અધ્યક્ષ જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહેલએ જણાવ્યું કે; વૃક્ષો આપણને ઘણુંબધું આપે છે, જે આપણા જીવન માટે ખુબજ અગત્યનું છે! બદલામાં આપણે પણ ઘરેઘરે, સાર્વજનિક પ્લોટ કે અન્ય ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવી તેનું જતન કરીને તેનો ઉછેર કરીએ.
જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે 4500 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરમાં આવેલા જુદાજુદા વોર્ડના કોર્પોરેટર દ્વારા પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેના આજીવન ઉછેરની જવાબદારી પણ સ્વીકારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર