Home /News /kutchh-saurastra /

વેક્સિનના સેકન્‍ડ ડોઝની 61% કામગીરી પૂર્ણ ; 400 સાધુ-સંતો દ્વારા યોજાશે લીલી પરિક્રમા

વેક્સિનના સેકન્‍ડ ડોઝની 61% કામગીરી પૂર્ણ ; 400 સાધુ-સંતો દ્વારા યોજાશે લીલી પરિક્રમા

Vaccination

Vaccination

જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિનના સેકન્‍ડ ડોઝની 61% કામગીરી પૂર્ણ થઈ - 400 ની મર્યાદામાં માત્ર સાધુ-સંતો દ્વારા યોજાશે લીલી પરિક્રમા...

    જૂનાગઢ જિલ્‍લામાં કોરોના વેક્સિનના સેકન્‍ડ ડોઝની 61 ટકા કામગીરી પૂર્ણ થઈ:

    જૂનાગઢ જિલ્લામાં કોવિડ-19ના વેક્સિનેશનની કામગીરી સમગ્ર રાષ્ટ્ર, રાજ્યની સાથે જ સરકારની સુચના અનુસાર જૂનાગઢ જિલ્લામાં પણ ચાલુ કરવામાં આવી હતી.જેમાં જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ-19 ના રસીકરણ માટે આપવામાં આવેલ લક્ષ્યાંક 10,47,502 મુજબ કોવિડ-19 ના વેક્સિનેશનના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરેલ છે, તેમજ વેક્સિનના બીજા ડોઝની કામગીરીમાં પણ 6,36,581 લોકોને વેક્સિનેશન કરીને પણ 60.77 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

    આ કામગીરી માટે જૂનાગઢ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તેમજ ઈન્ડીયન મેડીકલ એસોસીએસન, ઈન્ડીયન પીડીયાટ્રીકટ એસોશીએસનના તબીબો દ્વારા લોકોને આપવામાં આવેલ યોગ્ય માર્ગદર્શન તથા ધર્મગુરૂઓની તેમના અનુયાયીઓને કરવામાં આવેલ અપીલ અને આરોગ્ય વિભાગના પાયાના કર્મચારી એવા આશા બહેનોથી માંડી તમામ પેરા મેડીકલ સ્ટાફ અને તબીબોની અથાગ મહેનતના કારણે શક્ય બનેલ છે.

    હાલ તમામ સેન્ટર ખાતે આ કોવિડ વેક્સિનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક રહેલ છે કે, જે મુજબ આ બીજો ડોઝ લેવા માટે વેક્સિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રહેલ છે.

    ગિરનારની લીલી પરિક્રમા 400 ની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે:

    કારતક સુદ અગીયાસરથી પૂનમ સુધી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે બંધ છે, ત્યારે આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો તથા કોરોના વેક્સીનની ઝડપી કામગીરીને ધ્યાને લઇને અધિકારીઓ, પદાધિકારીઓ અને સાધુ-સંતોના અભિપ્રાય બાદ આ વર્ષે 400 ની મર્યાદામાં સાધુ-સંતોને પ્રતિકાત્મક પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવી છે.

    જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ પદાધિકારીઓ તથા સાધુ સંતો સાથે ગત તા.27 નવેમ્બર ના રોજ યોજાયેલ બેઠકમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર માત્ર 400 ની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા જ પ્રતિકાત્મક પરિક્રમા યોજવાનો અભિપ્રાય મળતા બેઠકની કાર્યવાહી નોંધની નકલ સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરને મોકલતા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરી નિર્ણય લેવા સૂચના આપવામાં આવી હતી.

    આથી રાજ્ય સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન અનુસાર આગામી કારતક સુદ અગિયારસ થી પૂનમ તારીખ 14 થી 19 નવેમ્બર 2021 સુધી પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમા માત્ર 400 ની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે, તેમ જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટએ જણાવ્યું હતું.
    First published:

    Tags: COVID19, Girnar Parikrama, Gujarat Government, Operation, Second Dose, Vaccination, Vaccine, ચુકાદો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन