Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: વિચરતી જાતિના 59 પરિવારોને મળ્યું ઘરનું ઘર, જુઓ સનદ વિતરણનો Video

જૂનાગઢ: વિચરતી જાતિના 59 પરિવારોને મળ્યું ઘરનું ઘર, જુઓ સનદ વિતરણનો Video

nomadic

nomadic caste got home

જૂનાગઢમાં વિચરતી જાતિના 59 પરિવારોને સરકારના ધારાધોરણ મુજબ નિઃશુલ્ક પ્લોટ વિતરણ કરવામાં આવ્યું, Videoમાં જુઓ વધુ વિગતો

    જૂનાગઢઃ આજરોજ તા.28મી ઓક્ટોબરના રોજ જૂનાગઢ ગ્રામ્યના ડુંગરપુર ગામે વિચરતી વિમુક્તિ જાતિના 59 પરિવારોની (Nomadic Tribe) ઓળખ કરી સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ છેવાડાના માણસને ઘરનું ઘર (Home) મળે, તે માટે નિઃશુલ્ક પ્લોટ વિતરણનો કાર્યક્રમ જૂનાગઢ તાલુકા સેવા સદન પ્રાંત અધિકારીની કચેરી ખાતે યોજવામાં આવ્યો. જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તેમજ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મામલતદારની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં 59 વિચરતા પરિવારોને 100 વાર ચોરસ ફૂટના પ્લોટનો કબજો સોંપવામાં (Distribution) આવ્યો.

    વિચરતી જાતિના પરિવારો એક ગામથી બીજા ગામ સ્થળાંતર કરતાં રહેતા હોય છે, ત્યારે તેઓને પણ સમાજમાં એક સ્થિર સ્થાન મળે તે અંગેની ચિંતા કરીને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેઓની માળખાગત રીતે ઓળખ કરીને તેઓને ઘરનું ઘર બનાવવા માટે જમીન પુરી પાડવામાં આવી છે. કુલ 2 હેક્ટર જેટલી જમીનની ફાળવણી કરવામાં આવી છે. પ્લોટના સનદનું આખરી ઓપ આપીને વિતરણ કરેલું છે. આ ઉપરાંત પંડિત દીનદયાળ યોજના અંતર્ગત તેઓ માટે મકાન બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગયેલી છે.

    આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા વિચરતી જાતિના લોકોને આયુષમાન કાર્ડ અને ઇ-શ્રમ યોજનાનો લાભ મળે તે માટે તાત્કાલિક ધોરણે કેમ્પનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી. જે સુચનાને ધ્યાનમાં લઈને આવતીકાલે તા.29મી ઓક્ટોબર ના રોજ તમામ વિચરતી જાતિના પરિવારના સભ્યોની આરોગ્ય તપાસ કરવામાં આવશે, ઉપરાંત તમામને આયુષમાન કાર્ડ યોજનાનો લાભ મળે અને ઇ-શ્રમ પોર્ટલમાં તેઓની નોંધણી કરવા માટેની તમામ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે, જેથી કરીને વિચરતી જાતિના લોકો પણ સ્થિર થઈને સામાન્ય લોકોની જેમ સરકારી યોજનાના લાભ મેળવી શકશે.

    આ તકે જન કલ્યાણ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ રાઠોડએ જણાવ્યું કે, વિચરતી જાતિ સમુદાયમાં ખાસ કરીને, મદારી સમાજનો પ્રશ્ન બહુ કઠિન હતો. સમય જતાં વહીવટી તંત્રનો સાથ સહકાર મળતાં આ પ્રશ્નનું મહદઅંશે નિરાકરણ આવ્યું છે. આઝાદી સમયથી જે સમાજ સતત વિચરણ કરતો, જેનું સમાજમાં કોઈ સ્થાન ન હોય! તેવા સમુદાયની ચિંતા કરીને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા વિચરતી જાતિના લોકોને જે સાથ સહકાર મળ્યો, તે બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં પણ વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારે જ સાથ સહકાર મળે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन