Home /News /kutchh-saurastra /

“જુનાગઢ કુંભ મેળામાં 24 કલાક સફાઇ થશે અને સલામતી માટે 55 CCTV કેમેરા”

“જુનાગઢ કુંભ મેળામાં 24 કલાક સફાઇ થશે અને સલામતી માટે 55 CCTV કેમેરા”

યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો.

ભવનાથ વિસ્તારને અલગ અલગ 34 ઝોનમાં વહેંચીને સફાઈ , પીવાનું પાણી અને યાત્રાળુઓ માટે સંલગ્ન સુવિધાઓ ઉભી કરવાનું આયોજન છે.

    જુનાગઢ:ગિરનાર શિવરાત્રી કુંભ મેળાને લઈને આજ રોજ જિલ્લા કલેકટર અને પોલીસ વડાએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે વિચાર ગોષ્ઠિ કરીને જરુરુ સૂચનો મેળવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ મેળાને સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની રૂપરેખા આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ મેળામાં અલગ અલગ ખાસ આકર્ષણો રહેશે, જેમાં તા.૨૬ ના રોજ સંતોનો નગરયાત્રાના રૂપમાં નગર પ્રવેશ થશે. તા.૪ માર્ચના રોજ સાધુ સંતોની રવેડી સાથે સમાપન થશે.

    લેસર શોથી ગિરનાર પરના વન્ય પ્રાણીઓને વિક્ષેપ નહીં થાય તે માટે ખાસ તકેદારી રાખીને આ લેસર શો ભવનાથ ખાતે આવેલ ઝોનલ ઓફિસ નજીકના સ્ટેજ ખાતે બતાવવામાં આવશે.

    પ્રકૃતિધામ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ધર્મ સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજરી આપશે. ભવનાથ ખાતે યોજાઈ રહેલા આ કુંભ મેળામાં રાજ્ય બહાર એટલે દેશભરમાંથી આવનાર મુખ્ય સંતો માટે ટેન્ટ સીટી ઉભું કરવામાં આવશે. જેમાં ૧૮૭ ટેન્ટ ઉભા કરવામાં આવશે જેનું સંચાલન સંત સંકલન સમિતિ કરશે.

    આ તકે મહાપાલિકાની કામગિરી સંદર્ભે ઇન્ચાર્જ કમિશ્નર તરીકે ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ભવનાથ વિસ્તારને અલગ અલગ ૩૪ ઝોનમાં વહેંચીને સફાઈ , પીવાનું પાણી અને યાત્રાળુઓ માટે સંલગ્ન સુવિધાઓ ઉભી કરવાનું આયોજન છે. જેમાં ૬૦૦ થી વધુ સફાઈ કર્મચારી રાઉન્ડ ક્લોક કામગીરી બજાવશે, તેમજ રસ્તાઓ આસપાસ મોબાઈલ ટોયલેટની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. અહીં સ્થિત દામોદર કુંડમાં ભાવિકો દર્શન અને સ્નાન કરી શકે તે માટે શુદ્ધ વહેતુ પાણી ઉપલબ્ધ કરાવાયું છે. જૂનાગઢમાં મેળાનો માહોલ બની રહ્યો છે, શેરનીજયુડી જુદી જાહેર સ્થળોની ઇમારતોની દીવાલો પર મેળાની ભાતીગળ સંસ્કૃતિ અને શિવ આરાધના પ્રસ્તુત કરતા ચિત્રો કંડારવામાં આવ્યા છે.

    જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે એક્શન પલાન તૈયાર કર્યો છે, જેમાં ભવનાથ વિસ્તારમાં સમગ્ર મેળાને 55 જેટલા સીસીટીવી કેમેરાની નજર હેઠળ પોલીસ ૨૪ કલાક બંદોબસ્ત રાખશે. તેમજ યાત્રિકોની સુરક્ષા માટે ત્રણ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે મેળામાં અલગ અલગ પ્રવેશ પોઇન્ટ ઉપર સ્થાનિક અને અનુભવી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: જૂનાગઢ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन