અતુલ વ્યાસ, જૂનાગઢ: ગીર જંગલની આસપાસ વન્યપ્રાણીઓનાં હુમલાં આસપાસ રહેતો લોકોનાં મોતની ઘટનાઓ નિયમીત બને છે. આવી જ એક ઘટનામાં, સોમવારે મોડી રાત્રે, ગીર જંગલની પાસે આવેલા વિસાવદરનાં કાકચીયાળા ગામમાં દીપડાએ મહિલા પક હુમલો કર્યો હતો તેમાં મહિલાનું મોત નિપજ્યું હતું.
વન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, દીપડાનાં હુમલામાં મૃત્યુ પામનાર મહિલાનું નામ શારદાબેન સમજુભાઇ વાવૈયા (ઉંમર વર્ષ 52) છે.
શારદાબેન ઘરમાં એકલા સૂતા હતા ત્યારે રાત્રે દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમને ઉપાડી ગયો હતો. તેમની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી.
વન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, છેલ્લા દોઢ મહિનામાં દીપડાનાં હુમલામાં ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતા.
વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે. દીપડાનાં હુમલામાં મૃત્યુ પામનાર વ્યકિતએ સહાય આપવા માટે પણ વન વિભાગે પ્રક્રિયા હાથ ધરી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર