Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: 248 CCTVથી જૂનાગઢ પોલીસે ત્રણ મહિનામાં 37 ગુના ઉકેલ્યા, ટીમ નેત્રમને મળ્યો એવોર્ડ

જૂનાગઢ: 248 CCTVથી જૂનાગઢ પોલીસે ત્રણ મહિનામાં 37 ગુના ઉકેલ્યા, ટીમ નેત્રમને મળ્યો એવોર્ડ

જૂનાગઢ

જૂનાગઢ શહેરના મહત્વના સ્થળો પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાથી જૂનાગઢ પોલીસનું કામ સરળ થયું છે, છેલ્લા ત્રણેક મહિનામાં કુલ ૩૭ કેસ?

જૂનાગઢ શહેરના મહત્વના સ્થળો પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાથી જૂનાગઢ પોલીસનું કામ સરળ થયું છે, છેલ્લા ત્રણેક મહિનામાં કુલ ૩૭ કેસ?

    જુનાગઢ : રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ શહેરમાં વિવિધ જગ્યાઓ જેવાકે; જાહેર માર્ગો, જાહેર જગ્યાઓ અને જુદાજુદા સર્કલ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેની મદદથી છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ ગુન્હાનો ભેદ ઉકેલીને જૂનાગઢ પોલીસની ટીમ નેત્રમને રાજ્યના પોલીસ વડા દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

    જૂનાગઢ શહેરના કુલ ૫૩ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવાયા છે:

    જૂનાગઢ શહેરના વિવિધ મહત્વના સ્થળો પૈકીના કૂલ ૫૩ સ્થળો પર જૂનાગઢ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો, કેટલીક જાહેર જગ્યાઓ અને જુદાજુદા સર્કલ પર કુલ મળીને ૨૪૮ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું નિયંત્રન પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેલા નેત્રમના કંટ્રોલ રૂમ પરથી કરવામાં આવે છે.

    જૂનાગઢ પોલીસને ગુન્હા ઉકેલવામાં શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ખુબજ ઉપયોગી નીવડ્યા:

    શહેરી વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃતિનો ઉકેલ લાવવા પોલીસ તંત્રને સીસીટીવી કેમેરા ખુબજ મદદરૂપ નિવડતા હોય છે, ત્યારે જૂનાગઢમાં વિવિધ સ્થળો પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ ગુન્હાનો ભેદ ઉકેલી જૂનાગઢ પોલીસને એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. જે અંતર્ગત વર્ષ-૨૦૨૧ના બીજા ક્વાર્ટર એટલે કે એપ્રિલ-૨૦૨૧ થી જુન-૨૦૨૧ સુધીમાં જૂનાગઢ શહેરમાં જેટલા ગુન્હા નોંધાયા એ પૈકીના ૩૭ ગુનાનો ભેદ ઉકેલવામાં નેત્રમની ટીમને આ સીસીટીવી કેમેરા દ્વારા સફળતા મળી છે.

    જૂનાગઢ પોલીસની નેત્રમ ટીમને પ્રાપ્ત થયો એવોર્ડ:

    છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ ગુન્હાનો ભેદ ઉકેલી જૂનાગઢ પોલીસની ટીમ નેત્રમને રાજ્યમાં સૌથી વધુ ગુન્હા ઉકેલવાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ નેત્રમ ટીમના પી.એસ.આઇ. પ્રતિક મશરૂએ ગાંધીનગર ખાતે ડીજી આશીષ ભાટિયાના હસ્તે સ્વિકાર્યો હતો.

    ઉકેલ લાવવામાં આવેલ ગુન્હા કઇંક આ મુજબના છે:

    છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૩૭ ગુન્હા ઉકેલવામાં સીસીટીવી કેમેરાની મદદ મળી છે, જેમાં ૨ હત્યા, ૧ હત્યાનો પ્રયાસ, ૯ ચોરીના બનાવ, ૧૨ ખોવાયેલી વસ્તુઓ, ૮ હિટ & રન કેસ અને અન્ય ૫ ગુન્હા મળીને કુલ ૩૭ ગુન્હાનો ઉકેલ જૂનાગઢ પોલીસએ મેળવ્યો છે.

    નેત્રમ કન્ટ્રોલ રૂમની શરૂઆત વિશે:

    વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તા.૧૧મી જાન્યુઆરી, ૨૦૨૦ થી સમગ્ર ગુજરાત રાજ્ય તથા આપણાં જૂનાગઢમાં \'નેત્રમ પ્રોજેક્ટ\' અંતર્ગત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાનો કંટ્રોલરૂમ શરૂ કરાયો છે, આ કંટ્રોલરૂમના માધ્યમથી પોલીસ કર્મચારીઓ ચોવીસ કલાક શહેરના વિવિધ વિસ્તારો પર બાજ નજર રાખી શકે છે, જેને કારણે શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ, વાહન નિરીક્ષણ, વાહન ટ્રેકિંગ, ઇ-ચલણ જેવી બાબતો શક્ય બને છે.
    First published:

    Tags: Junagadh news, Junagadh police, સીસીટીવી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन