Home /News /kutchh-saurastra /

ગરવા ગીરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો મધ્યરાત્રીથી પ્રારંભ

ગરવા ગીરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો મધ્યરાત્રીથી પ્રારંભ

36 કિલોમીટરની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ ખાતે ઉમટી પડ્યા છે.

36 કિલોમીટરની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ ખાતે ઉમટી પડ્યા છે.

    જૂનાગઢઃ ગુજરાતની શાન એવા ગરવા ગીરનારની લીલી પરિક્રમાનો શુક્રવારે મધ્યરાત્રીથી પ્રારંભ થઈ ગયો છે. 36 કિલોમીટરની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ ખાતે ઉમટી પડ્યા છે. પરિક્રમાના બે દિવસ પહેલા જ ભાવિકો ઉમટી પડ્યા છે. ભાવિકોના ધસારો જોઈને તંત્રએ મધ્યરાત્રીએ જ દરવાજા ખોલીને યાત્રીકોને જંગલમાં જવાની છૂટ આપી દીધી હતી. વન વિભાગે રૂપાયતન પાસે દરવાજા ખોલી નાખ્યા હતા.

    પરિક્રમા દરમિયાન આટલું ધ્યાન રાખજો

    જૂનાગઢ ખાતે દર વર્ષે યોજાતી ગીરનાર પરિક્રમામાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્રીત થનાર હોય યાત્રિકો માટે ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જૂનાગઢ પોલીસ અધીક્ષકએ ભવનાથનાં માર્ગો એકમાર્ગીય કરવા રજુ કરેલ દરખાસ્ત કરી હતી. જે પ્રમાણે તા. ૧૭-૧૧-૨૦૧૮ થી તા. ૨૩-૧૧-૨૦૧૮ સુધી યોજાનાર ગીરનાર પરિક્રમા દરમિયાન જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા માટે ભરડાવાવથી સ્મશાન સુધી અને વડલી ચોકથી ભવનાથ મંદીર મૃગીકુડ તળાવની પાળ સુધી અને ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટે મંગલનાથની જગ્યાએથી વડલી ચોક, અને સ્મશાનથી ગીરનાર દરવાજા સુધી રોડને વન વે જાહેર કરેલ છે.

    આ પણ જુઓઃ ગીરનાર લીલી પરિક્રમાની ઝલક 

    તા. ૧૭ થી ૨૩ દરમ્યાન (બન્ને દિવસો સહિત) કોઇપણ પ્રકારનાં વાહનોની (સરકારી વાહનો અને ફરજ ઉપરનાં અધિકારીઓનાં વાહનો સિવાય) ભવનાથ તળેટી આગળ પરીક્રમાના રસ્તાઓ પર અવર જવર કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

    આ હુકમ ગીરનાર પરીક્રમાં સંલગ્ન વિવિધ વિભાગોનાં ફરજ પરના વાહનો તથા અન્ય સરકારી વાહનો તથા ફરજ ઉપરનાં અધિકારીના વાહનો અને નાયબ વન સંરક્ષકશ્રી જૂનાગઢ વન વિભાગ તરફથી જેમને પાસ અપાયેલ છે તેવા સ્વૈચ્છીક સંસ્થાઓનાં વાહનો તેમજ પોલીસ વિભાગ તરફથી પાસ અપાયેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહીં.

    આ સિવાય ગીરનાર પરિક્રમા દરમિયાન ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ તરફ વાહનોની અવરજવર માટે નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. તા. ૧૭ થી ૨૩ નવેમ્બર-૨૦૧૮ સુધી તમામ પ્રકારનાં (પેસેન્જર રીક્ષા મહાનગર પાલીકા સંચાલીત મીનીબસ તથા જી.એસ.આર.ટી.સી. મીની બસ સિવાયનાં) ભરડાવાવ ગીરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે પ્રતિબંધ ફરમાવેલા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Asiatic Lion, Forest Department, Gir Forest, Girnar, Lili-Parikrama, Pilgrims, જૂનાગઢ, પર્વત, સિંહ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन