ગીરનાર લીલી પરિક્રમા માટે 8 નવેમ્બર પહેલા જશો તો અટવાઇ જશો, નહીં મળે પ્રવેશ

News18 Gujarati
Updated: November 4, 2019, 3:29 PM IST
ગીરનાર લીલી પરિક્રમા માટે 8 નવેમ્બર પહેલા જશો તો અટવાઇ જશો, નહીં મળે પ્રવેશ
આ વખતે મહા વાવાઝોડાને કારણે 4થી 5 દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેને જોતા 8 નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે.

આ વખતે મહા વાવાઝોડાને કારણે 4થી 5 દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેને જોતા 8 નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : મહા વાવાઝોડાની (Maha cyclone) અસરથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની (heavy rainfall) આગાહી કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખતા ગીરનારની લીલી પરિક્રમા (Girnar lili parikrama) 8 નવેમ્બર પહેલાં શરૂ નહીં કરવામાં આવે. સામાન્ય રીતે લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસનાં રોજ શરૂ થઇ જાય છે.

આ અંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીનાં જણાવ્યા અનુસાર દર વર્ષે પરિક્રમાના પરંપરાગત સમય કારતક સુદ અગિયારસ પહેલા ભક્તો આવી જતા હોય છે. આ વખતે મહા વાવાઝોડાને કારણે 4થી 5 દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેને જોતા 8 નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે. તે પહેલાં પરિક્રમા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : 'મહા' વાવાઝોડાએ બદલી દિશા, હવે દીવથી પોરબંદર વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાશે

નોંધનીય છે કે, ગીરનારને કેન્દ્રમાં રાખીને તેની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લિલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એક મહાશિવરાત્રીનાં મેળામાં અને બીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉભરાય છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.
First published: November 4, 2019, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading