Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં સરદાર પટેલની 146મી જન્મ જયંતિની સવિશેષ ઉજવણી કરવામાં આવી

જૂનાગઢમાં સરદાર પટેલની 146મી જન્મ જયંતિની સવિશેષ ઉજવણી કરવામાં આવી

Sardar

Sardar Patel was celebrated in Junagadh

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતીની ઉજવણી જૂનાગઢ ખાતે કૈંક આ રીતે કરવામાં આવી, જુઓ Video...

    જૂનાગઢને પાકિસ્તાનના સકંજામાંથી આઝાદ કરાવવા સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો રહ્યો હતો, ત્યારે ગત તા.31મી ઓક્ટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિની જૂનાગઢ ખાતે સવિશેષ ઉજવણી કરવામાં આવી.

    સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી.:

    રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, કમિશનર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં કાળવા ચોક નજીક આવેલ સરદાર ચોકમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી.

    આ તકે ઉપસ્થિત રહેલા જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલએ જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશભરના નાના નાના રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું, જેને કારણે આજે વિકાસશીલ ભારત જોઈ રહ્યાં છીએ.

    જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.:

    અખંડ ભારતના અડિખમ લડવૈયા અને આઝાદીના સાચા યશસ્વી કર્મવીર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબર જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

    માર્કેટિંગ યાર્ડમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને સૌએ 'સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો' અને 'ભારત માતાકી જય' ના નારા લગાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર્સ અને વેપારીઓ, આગેવાનો તેમજ યાર્ડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    First published:

    Tags: Sardar Vallabhbhai Patel

    આગામી સમાચાર