Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: 13 વર્ષનાં શશાંક ત્રિવેદીએ નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યાં

જૂનાગઢ: 13 વર્ષનાં શશાંક ત્રિવેદીએ નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યાં

Shashank

Shashank Trivedi

જૂનાગઢના 13 વર્ષીય શશાંકે નેશનલ લેવલની કરાટે ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીતીને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

    જૂનાગઢના શશાંક પરેશભાઈ ત્રિવેદીએ સોમનાથ ખાતે યોજાયેલી 23મી નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીતીને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

    ગત તા.26-27-28 નવેમ્બરના રોજ સોમનાથ ખાતે યોજાયેલી 23મી ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, આસામ, અરુણાચલ પ્રદેશ, કોલકાતા, આંધ્રપ્રદેશ, કેરળ, બેંગ્લોર, કર્ણાટક અને ગોવાના 400 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે દરમિયાન જૂનાગઢના 13 વર્ષીય શશાંક ત્રિવેદીએ કાતા-ગોલ્ડ અને કુમિતે-ગોલ્ડ મેળવ્યા છે.

    શશાંક ત્રિવેદીની ઉંમર જ્યારે 5 વર્ષની હતી, ત્યારથી તેઓ જૂનાગઢની યથા આર્ટ એકેડેમીના કોચ મયુર ચૌહાણ પાસે કરાટે ટ્રેનિંગ લઇ રહ્યા છે અને આ ચેમ્પિયનશીપ સુધી પહોંચવા માટે તેઓ રોજની 6 થી 7 કલાકની અથાગ મહેનત કરતાં હતાં. જૂનાગઢના શશાંક ત્રિવેદી કરાટેની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ અલગ-અલગ બેલ્ટ મેળવી સખત મહેનતથી નેશનલ ચેમ્પિયનશીપ સુધી પહોંચ્યા છે અને આગામી સમયમાં તેઓ દુબઇ ખાતે યોજાનાર 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ-2022માં રમવા જશે.

    શશાંક ત્રિવેદી ઉપરાંત જૂનાગઢના અન્ય ત્રણ સ્પર્ધકો; વ્યાસ વર્નિકાએ કાતા-ગોલ્ડ અને કુમિતે-સિલ્વર, લાગણેશા કૃતએ કાતા-સિલ્વર અને કુમિતે-સિલ્વર અને ભવ્ય મહેતાએ કાતા-બ્રોન્ઝ મેડલ મેળવીને જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. સોમનાથ ખાતે આયોજિત થયેલ 23મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપમાં મુખ્ય અતિથિ તરીકે ઓલ ઇન્ડિયા વાડોકાઈ ચેરમેન સિહાન રાજેશ અગ્રવાલ અને ગીર સોમનાથ ડીવાયએસપી મુકેશ ઉપાધ્યાય સાહેબે હાજરી આપી હતી.
    First published:

    Tags: Gold Medal, Junagadh news, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन