108ની ટીમે જંગલમાં જ કરાવી પ્રસુતિ, દોઢ કિમી ચાલી દર્દી પાસે પહોંચી ટીમ!

News18 Gujarati
Updated: July 12, 2018, 7:17 PM IST
108ની ટીમે જંગલમાં જ કરાવી પ્રસુતિ, દોઢ કિમી ચાલી દર્દી પાસે પહોંચી ટીમ!
News18 Gujarati
Updated: July 12, 2018, 7:17 PM IST
જુનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ કુદરતી આફતના સમયે પણ છેવાડાના વ્યક્તિ સુધી મેડીકલની સારવાર પહોચાડી 108ની ટીમે વધુ એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે. જુનાગઢના માળિયા હાટીનાના એક ગામમાં જંગલ વિસ્તારમાં 108ની ટીમે પ્રસુતિ કરાવી હતી. દર્દી સુધી પહોંચવા માટે 108ની ટીમ દોઢ કિમી સુધી પગપાળા ચાલી હતી.

જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના ડીડોરી ગામના જંગલ વિસ્તારમાં રહેતા ખેત મજુરી કરતા સુશીલાબેન શુભાસભાઈ સારમેરને બપોરે પ્રસુતિની પીડા શરુ થઇ હતી. આ અંગેની જાણ ૧૦૮ની ટીમ ને કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર પંથકમાં ધોધમાર વરસી રહ્યો હતો. બીજી બાજુ જંગલ વિસ્તાર હોવાને કારણે દર્દીના ઘર સુધી 108ની એમ્બુલન્સ પહોંચી શકે તેવો રસ્તો પણ ન હતો. જો કે કર્મનિષ્ઠ 108 તથા સ્થાનિક મેડિકલ સ્ટાફની ટીમે દોઢ કિમી સુધી ચાલવાનું નક્કી કર્યું અને દર્દીને સમયસર મેડિકલ સેવા પૂરી પાડી હતી.ત્યારે રસ્તો પણ ખુબ જ ખરાબ હાલતમાં હોવાથી ૧૦૮ની ટીમના લોકોએ દોઢ કિલોમીટર ચાલી આ મહિલા પાસે પહોચ્યાં હતા અને તેમનું રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ સુધી પહોચાડવામાં આવ્યા હતા. ત્યાં ૧૦૮માં જ તેમની સફળતા પૂર્વક ડીલેવરી કરાવી હતી. આ મહિલાએ બે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. દર્દીને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...