જૂનાગઢ : મોટી દુર્ઘટના ટળી? પોલીસે માંગરોળમાં STમાંથી 100 તલવારો સાથે 5 શખ્સોને ઝડપ્યા

News18 Gujarati
Updated: March 15, 2020, 7:54 AM IST
જૂનાગઢ : મોટી દુર્ઘટના ટળી? પોલીસે માંગરોળમાં STમાંથી 100 તલવારો સાથે 5 શખ્સોને ઝડપ્યા
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢ જિલ્લા પોલીસ સમગ્ર ઘટના પર પ્રેસ વાર્તાલાપ કરશે ત્યારે રહસ્ય પરથી પડદો ઉંચકાશે

  • Share this:
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના (junagadh) અતિ સંવેદનશીલ ગણાતા માંગરોળમાંથી (Mangrol) પોલીસે 100 તલવારો (Swords) સાથે પાંચ શખ્શોની અટકાયત કરી છે. પોલીસે ઝડપેલા શખ્સો કટલેરીના નામે હથિયારો મંગાવ્યા હોવાની બાતમીના આધારે પાર્સલમાં આવેલી તલવારો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના આ દરોડામાં એક કચ્છના શખ્સ સાથે 4 માંગરોળના શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ કેસની સંવેદનશીલતાને જોતા સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ જૂનાગઢે પણ કેસમાં ઝંપલાવ્યું હોવાના અહેવાલો છે. વર્તમાન સ્થિતિને જોતા આ તલવારો હથિયારના ધંધા તરીકે વેચવામાં લાવ્યા હતા કે પછી કોઈ મોટી દુર્ઘટના થવાની હતી તે ટળી ગઈ તે કહેવું મુશ્કેલ છે.

બનાવની વિગત એવી છે કે પોલીસને બાતમી મળી હતી કે કચ્છના હથિયારથી એસ.ટી. બસમાં તલવારોનો મોટો જથ્થો નીકળ્યો છે. પોલીસે આ મામલે પાર્સલ લેવા આવેલા શખ્શોની અટકાયત કરી હતી. અટકાયત કરેલા શખ્શોના નામ યાકુબ, કાદમ, ઇમ્તિયાઝ, શોએબ, હસન છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે ખુલાસો થયો નથી.

આ પણ વાંચો :  SBIના 40 કરોડ ગ્રાહકોને ઝટકો! બેંકે બચત ખાતાના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો નવા વ્યાજ દર

સૂત્રોના જણાવ્યા મુજબ આ શખ્સોએ તલવારોનો જથ્થો વેચાણ માટે મંગાવ્યો હોવાની પોલીસને કેફિયત આપી છે પરંતુ પોલીસ જથ્થાની સંવેદનશીલતાને જોતા કાચું કાપવા માંગતી નથી તેથી જિલ્લા પોલીસ વડા આજે બપોરે પત્રકારોને આ કેસ અંગે માહિતી આપવાના છે. જોકે, અટકાયત કરેલા શખ્શોએ આ તલવાર જો વેચવા ન મંગાવી હોય ખરેખર કોઈ મોટી દુર્ઘટના ટળી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

 
First published: March 15, 2020, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading