Home /News /kutchh-saurastra /

સરકારી શાળાનું સીલ ખોલવા માટે ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં યુથ કોંગ્રેસે રામધૂન બોલાવી ધરણા કર્યા

સરકારી શાળાનું સીલ ખોલવા માટે ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં યુથ કોંગ્રેસે રામધૂન બોલાવી ધરણા કર્યા

જામનગરના ચીફ ફાયર ઓફિસરને રજૂઆત પણ કરાઈ હતી

Jamnagar News: આ ધરણાં -વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, ઉત્તર વિધાનસભા બેઠકના યુવક કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જેઠવા, કોર્પોરેટર દિગુભા જાડેજા, રચનાબેન નંદાણીયા, આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ સહિતનાઓ જોડાયા હતાં.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગર (Jamnagar) મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ NSUI અને યુથ કોંગ્રેસ (Youth Congress) દ્વારા સરકારી વિભાજી શાળાને ફાયર સેફ્ટીના સાધનો હોવાથી મારેલ સિલને લઈને વિદ્યાર્થીઓના બગડી રહેલા ભણતરને ધ્યાને રાખી આ સીલ ખોલવા માટે ધરણા કરી રામધુન બોલાવવામાં આવી હતી.

    જામનગરમાં ફાયર વિભાગનું એનઓસી નહીં હોવાના કારણે માર્ચ મહિનામાં જ સરકારી વિભાજી સ્કૂલને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. ફાયર એનઓસી નહીં હોવાના કારણે આ સીલીંગ કામગીરી કરવામાં આવી હતી. જેને ખોલી નાખવું જોઈએ તેવી માંગણી અને રજુઆત સાથે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા આજે ફાયર બ્રિગેડ ઓફિસ ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં ધૂસી ધરણાં-વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

    જામનગરના ચીફ ફાયર ઓફિસરને રજૂઆત પણ કરાઈ હતી કે, દરેક શાળા-કોલેજ પાસે ફાયર એનઓસી હોવું જ જોઈએ. વિભાજી શાળા દ્વારા આ અંગેના ખર્ચ માટે ત્રણ વખત ગ્રાન્ટ ફાળવણી કરવા માંગણી કરવામાં આવી હતી. પરંતુ તેની દરકાર લેવામાં આવી ન હતી. તો શાળા આ માટેનો ખર્ચ કેવી રીતે કરી શકે અને તેના પૈસા ક્યાંથી લાવે? બોર્ડની પરીક્ષા હોવા છતાં આ સીલ ખોલવાની દરકાર લેવામાં આવી ન હતી. જેથી એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, એવું ફલીત થાય છે કે સરકારને ફક્ત ખાનગી મલાઈદાર એકમોમાં જ રસ છે.

    આ પણ વાંચો- પાકિસ્તાન : પંજાબ વિધાનસભા બની અખાડો, PTI ના સભ્યોએ ડિપ્ટી સ્પીકરને થપ્પડ મારી, વાળ ખેંચ્યા

    આગામી 16 થી 28 એપ્રિલ સુધીમાં સરકારી વિભાજી સ્કૂલમાં ધોરણ 9 અને 11ના 125 જેટલા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપનાર છે. વર્ગખંડના અભાવે તેમને મુશ્કેલી થઈ રહી છે. આથી સરકારી ગ્રાન્ટની રકમ ફાળવણી ન થાય ત્યાં સુધી આ સીલ ખોલી નાખવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.

    આ પણ વાંચો- Yuvraj Singh Jadeja: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને મળ્યા જામીન, ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

    આ ધરણાં -વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, ઉત્તર વિધાનસભા બેઠકના યુવક કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જેઠવા, કોર્પોરેટર દિગુભા જાડેજા, રચનાબેન નંદાણીયા, આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ સહિતનાઓ જોડાયા હતાં.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Jamnagar City, Jamnagar News, જામનગર સમાચાર

    આગામી સમાચાર