Home /News /kutchh-saurastra /

ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી મોટો હોલિકા ઉત્સવ, સમગ્ર ભારતમાંથી ખાસ જોવા આવે છે લોકો

ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી મોટો હોલિકા ઉત્સવ, સમગ્ર ભારતમાંથી ખાસ જોવા આવે છે લોકો

ગુજરાતમાં

ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી મોટો હોલિકા ઉત્સવ, સમગ્ર ભારતમાંથી ખાસ જોવા આવે છે

ગુજરાત (Gujarat)સહીત ભારતના અન્ય રાજ્યમાંથી લોકો ખાસ આ હોળી જોવા આવે છે. જામનગર ભોઇ સમાજ દ્વારા ઉજવાતો વિશ્વનો સૌથી મોટો હોલિકા ઉત્સવ છેલ્લા 65 વર્ષથી શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ) આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે,

    સંજય વાઘેલા, જામનગર: હાલમાં સમગ્ર ભારત(Jamnagar)માં હોલિકા દહન(Holi Festival)અને ધુળેટી તહેવારની ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર ભારત(India)માં હોલિકા દહનની સૌથી ભવ્ય રીતે ઉજવણી એકમાત્ર જામનગર(Jamnagar)માં થાય છે. અહીં ભોય જ્ઞાતિ(Bhoi Cast)ના યુવાનો દ્વારા છેલ્લા 65 વર્ષથી ભવ્ય રીતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે.

    આયોજન એટલું ભવ્ય હોઈ છે કે જામનગર, ગુજરાત (Gujarat)સહીત ભારતના અન્ય રાજ્યમાંથી લોકો ખાસ આ હોળી જોવા આવે છે. જામનગર ભોઇ સમાજ દ્વારા ઉજવાતો વિશ્વનો સૌથી મોટો હોલિકા ઉત્સવ છેલ્લા 65 વર્ષથી શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ) આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે, જેની લંબાઈ લગભગ 25થી 30 ફૂટ જેટલી હોય છે અને લગભગ 4/5 ટન જેટલો વજન હોય છે જેમાં ઘાસ, કોથળા,કલર,લાકડું,કપડા, અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે.

    જામનગરની ભોયસમાજની હોળી ગુજરાત સહીત સમગ્ર ભારતમાં ખુબ જ પ્રખ્યાત છે, હોલીલા દહનનું આયોજન એટલું ભવ્ય હોઈ છે કે એક મહિના પહેલા તૈયારીઓ શરુ કરવી પડે છે, આ આ માટે સમાજના 300થી 500 જેટલા યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ રાત દિવસ તૈયારીઓમાં જોડાઈ જાય છે.
    આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિ નિમણુક કરવામાં આવી છે જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ જે.વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા, સભ્ય સંજયભાઈ સી. દાઉદીયા,સભ્ય મયુર ડી.વારાની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા, તથા રવિ વારા તેમજ રમેશભાઈ વી.જેઠવા તેમજ આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા,પ્રતીક જેઠવા સહિતના નામી અનામી ગ્રુપઓ અને યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરે છે.

    હોલિકા મહોત્સવના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે હોલિકાનો પ્રાગટ્ય કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં જામનગર શહેર તેમજ જિલ્લા અને સમગ્ર ભારતમાંથી હોલિકાને નિહાળવા લાખોની સંખ્યામાં લોકો હોલિકા ચોક ખાતે પધારે છે.
    First published:

    Tags: Holi 2022, Jamnagar City, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन