જામનગર : મહિલાની દાદાગીરી, 'હોર્ન કેમ માર્યુ?'કહી ST ચાલકને બીભત્સ ગાળો આપી ફટકાર્યો - Video

News18 Gujarati
Updated: March 4, 2020, 7:07 PM IST
જામનગર : મહિલાની દાદાગીરી, 'હોર્ન કેમ માર્યુ?'કહી  ST ચાલકને બીભત્સ ગાળો આપી ફટકાર્યો - Video
મહિલાને સમજવાનો પ્રયાસ કરનાર રાહદારીઓને પણ તેણે ભાંડ્યા હતા.

રાહદારારીઓએ સમજાવવાનો પ્રયાસ કરતા તેમની સાથે પણ બાખડી પડી, મહિલાની દાદાગીરીનો વીડિયો વાયરલ

  • Share this:
જામનગર : જામનગર શહેરમાં (Jamngar)માં આજે રસ્તેથી પસાર થઈ રહેલી એક એસ.ટી બસના (ST) ચાલકે હોર્ન મારતા એક્ટિવા ચાલક મહિલા (woman) ભડકી ગઈ હતી. મહિલાએ પોતાનું સ્કૂટર પાર્ક કરી અને એસ.ટી બસમાં ચઢી અને ડ્રાઇવર (Driver) પર હાથ ઉગામ્યો હતો તેમજ બીભત્સ (Abused) ગાળો ભાંડી હતી. મહિલાની આ દાદાગીરીનો વીડિયો (Video) જામનગરના સોશિયલ મીડિયામાં (Social media) ખૂબ વાયરલ (Viral) થયો હતો.

બનાવની વિગત એવી છે કે જામગનર શહેરમાંથી પસાર થઈ રહેલી એક એસટી બસના ચાલકે ટ્રાફિકના કારણે રસ્તા પર હોર્ન માર્યો હતો. દરમિયાન તેની આગળ વાહન ચલાવી રહેલી મહિલાએ આ હોર્ન માર્યાનું ખોટું અર્થ ઘટન કરી અને પોતાની છેડતી થઈ હોવાનું રટણ કર્યુ હતું. મહિલા એસ.ટી. બસમાં ચઢી ગઈ હતી અને ડ્રાઇવરને બિભત્સ ગાળો આપવા માંડી હતી.

આ પણ વાંચો : ગીર સોમનાથ : ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, આધેડ પતિ-પત્નીની કુહાડીનાં ઘા ઝીંકી ઘાતકી હત્યા

દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ આ મહિલાને વારંવાર ગાળો ન બોલાવા તેમજ સભ્ય વર્તન કરવા સમજાવી હતી. રાહદારીઓેએ મહિલાને સમજાવાવાનો પ્રયાસ કર્યો હતો કે હોર્ન મારવો એ એસ.ટી. ચાલકની ફરજ છે, તેમ છતાં મહિલાએ તેમની વાત પણ ન માની અને રાહદારીઓ સાથે પણ ગાળાગાળી કરી હતી.આ પણ વાંચો :  અમદાવાદ : બોપલની વૈભવી ઇસ્કોન પ્લેટીનમ બિલ્ડીંગના 13માં માળે આગ, ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવ્યો

એક તરફ વુમન્સ ડેની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે સમાજમાં મહિલાઓના આવા વર્તન સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. મહિલાઓની ગરિમાની રક્ષા થવી જોઈએ પરંતુ જ્યારે મહિલાઓ મર્યાદા ભૂલી જાય ત્યારે આ પ્રકારનું વર્તન કરે તેવી પણ લોકમુખે ચર્ચા થઈ હતી. જામનગરના આ વાયરલ વીડિયોએ સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયામાં ખૂબ હાહાકાર મચાવ્યો હતો.

મહિલાએ વીડિયો ઉતારનાર રાહદારીઓને પણ ભાંડ્યા હતા.


ડ્રાઇવરે કહ્યું ડેપો ચાલો તો પણ મહિલા ગાળો આપતી રહી

દરમિયાન વીડિયોમાં ડ્રાઇવર મહિલાને સમજાવી રહ્યો હતો કે જો મેં કઈ ખોટું કર્યુ હોય તો ડેપો ચાલો અને મારી ફરિયાદ કરો , હોર્ન મારવો મારી ફરજ છે પરંતુ મહિલાએ ડ્રાઇવરની વાત સાંભળવાના બદલે તેને બીભત્સ ગાળો આપવાનું શરૂ રાખ્યું હતું.
First published: March 4, 2020, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading