Home /News /kutchh-saurastra /

Jamnagar news: કેટલી પવનની ગતિ, લઘુતમ તાપમાન, જાણો જામનગરનું આજનું હવામાન

Jamnagar news: કેટલી પવનની ગતિ, લઘુતમ તાપમાન, જાણો જામનગરનું આજનું હવામાન

જામનગરનું હવામાન

Jamnagar news:સતત ત્રીજી વખત ભરશિયાળે (Winter)વરસાદ(Rain) ખાબક્યો હતો, માવઠા બાદ અચાનક ઠંડીનો પારો ગગાડ્યો અને છ ડિગ્રી ઘટી ગયું છે. શનિવારે લઘુતમ તાપમાન 11.9 ડિગ્રી રહેશે તેવું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું છે.

    Jamnagar Weather news: થોડા દિવસ કડકડતી ઠંડી(Cold) પડ્યા બાદ હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે. શનિવારે (Saturday)એટલે કે આજે જામનગર(Jamnagar)માં લઘુતમ તાપમાન 11.9 ડિગ્રી રહેશે જેના લીધે ઠંડીમાં રાહત જોવા મલશે, આ સિવાય પવનની ગતિ પણ મધ્યમ રહેશે. સતત ત્રીજી વખત ભરશિયાળે (Winter)વરસાદ(Rain) ખાબક્યો હતો, માવઠા બાદ અચાનક ઠંડીનો પારો ગગાડ્યો અને છ ડિગ્રી ઘટી ગયું છે. શનિવારે લઘુતમ તાપમાન 11.9 ડિગ્રી રહેશે તેવું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસથી લઘુતમ તાપમાનનો પરો 8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

    કોલ્ડ વેવમાં ઠુંઠવાયુ જામનગર
    ઠંડીની સાથે સાથે 5થી વધુની કિમી પ્રતી કલાકની ઝડપે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકાયો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ જોવા મળી રહી હતી.

    જામનગરમાં છેલ્લા એક જ સપ્તાહમાં હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા, ખાસ કરીને માવઠા બાદથી એકદમ જ હાડથીજવતી ઠંડી પાડવા લાગી હતી. માત્ર એક જ સાપ્તાહમાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

    ભરશિયાળે વરસાદી માહોલ સર્જયા બાદ ફરી અચાનક ઠંડીએ જોર પકડ્યુ હતું. માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 16થી 10 સુધી પહોંચી ગયો હતો. એક જ દિવસમાં આટલા ડિગ્રી તાપમાન નોંધાતા હાડથીજવતી ઠંડી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભર શિયાળે અષાઢી વાતાવરણ સર્જાયું હતું. જામનગરમાં સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું છે. લોકો મૂંઝવણમાં મુકાયા છે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. તો ખેડૂતોની તો દશા બેઠી છે.

    આ પણ વાંચોઃ-Surat news: બે વર્ષના બાળકનું અપહરણ, 72 કલાકમાં બાળકને શોધી કાઢ્યું, મહિલાની ધરપકડ

    વરસાદથી રવિ પાકને નુકશાન
    પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચોઃ-surat news: કિશોરીને ઘરે બોલાવી માતાએ પુત્ર સાથે રુમમાં મોકલી, પુત્રએ આચર્યું દુષ્કર્મ, માતા-પુત્રની ધરપકડ

    ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Jamnagar News, Weather news

    આગામી સમાચાર