જામનગર: પતિને સાળી સાથે જોઈ ગઈ પત્ની, તો પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

જામનગર: પતિને સાળી સાથે જોઈ ગઈ પત્ની, તો પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
પ્રતિકાત્મક તસવીર

શ્રમિક યુવાને પોતાની વાડીમા એક ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે

  • Share this:
    કિંજલ કારસરીયા, જામનગર: કહેવાય છે ને છાને ખૂણે બનાવેલા સબંધમાં ક્યારેક છેડો ગોતવો મુશ્કેલ પડે છે, અને ના છૂટકે શરમનું માર્યું કોઈને મોઢું દેખાડવા જેવું નથી રહેતું. આવી જ એક ઘટના જામનગરથી સામે આવી છે, જેમાં શરમના માર્યે એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. જામનગર તાલુકાના મોડપર ગામની સિમમા ખેડૂત શ્રમિક સાળી સાથે બહાર નીકળતા પત્નીએ નજરે જોઈ જતા ખેડુત શ્રમિકે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.

    કહેવાય છે ને સંબધો કલંકીત બન્યા પછી જીવવું મુશ્કેલ બને છે. આવું જ બન્યું મોડપરના શ્રમિક ખેડૂત સાથે, પોતાના સાળી સાથેના અનૈતિક સંબંધોની પત્નીને જાણ થઇ જતાં ઠપકો આપવાથી અંતિમ પગલું ભરી ગળે ફાંસો ખાઈ મોત મીઠું કરી લીધું છે.



    આ પણ વાંચો - વડોદરા: 'મિત્રના લગ્નમાં ગયો પાછો જ ન આવ્યો', ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યાથી ચકચાર

    વિગતે ઘટનાની વાત કરીએ તો, જામનગર તાલુકાના મોડપર ગામની સીમમાં એક વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા નરસિંગ ઉર્ફે નરેશ અમરસિંગ ડાવરીયા નામના ૨૮ વર્ષના પરપ્રાંતીય આદિવાસી શ્રમિક યુવાન પોતાની વાડીમા એક ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાની સાળી સાથેના અનૈતિક સંબંધોની પત્નીને જાણ થઇ જતાં પત્નીએ ઠપકો આપવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકની પત્ની ધીરુબેન નરસિંગભાઈ ડાવરીયાએ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝન પોલીસે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી હતી.

    સુરત: 'મને ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન

    સુરત: 'મને ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન

    પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃત્યુ પામનારના નરસિંગ ઉર્ફે નરેશ કે જે પોતાની પત્ની અને પાંચ સંતાનો સાથે વાડીની ઓરડીમાં જ રહે છે, જેની સાથે તેની સાળી પણ રહેતી હતી, અને સાળી સાથે મરણ જનારને અનૈતિક સંબંધો રહ્યા હતા. જે બન્નેને રૂમમાં જતા પત્ની ધીરુબેન જોઈ ગઈ હોવાથી ધીરુભાઈને ઠપકો આપ્યો હતો. જેથી ગઇરાત્રે પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો, ત્યાર પછી આજે વહેલી સવારે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. તેણે ગળાફાંસા દ્વારા આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
    Published by:kiran mehta
    First published:December 03, 2020, 20:53 pm