Home /News /kutchh-saurastra /

કેમ મનાવવામાં આવે છે NAVY day? કારણ જાણીને ઇન્ડિયન નેવી પર થશે ગર્વ! 

કેમ મનાવવામાં આવે છે NAVY day? કારણ જાણીને ઇન્ડિયન નેવી પર થશે ગર્વ! 

કેમ મનાવવામાં આવે છે નૌસેના દિવસ ? કારણ જાણીને ઇન્ડિયન નેવી પર થશે ગર્વ !! 

NAVY Day: 1971 માં જ્યારે બાંગ્લાદેશની (bangladesh) મુક્તિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે (pakistan war) યુદ્ધ થયું હતું દરમિયાન ચાર ડિસેમ્બરે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાચી સ્થિત નૌસૈનિક અડ્ડા ઉપર હુમલો કરી તેને તબાહ કરી દીધો હતો.

વધુ જુઓ ...
    જામનગર: ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નવ સેના દિવસની (Navy day celebration) ઉજવણી કરવામાં આવે છે. 1971 માં જ્યારે બાંગ્લાદેશની (bangladesh) મુક્તિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે (pakistan war) યુદ્ધ થયું હતું દરમિયાન ચાર ડિસેમ્બરે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાચી સ્થિત નૌસૈનિક અડ્ડા ઉપર હુમલો કરી તેને તબાહ કરી દીધો હતો.

    ઇન્ડિયન નેવીની જીતની યાદમાં દરેક વર્ષે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં (jamnagar) વાળસુરા ખાતે ઇન્ડિયન નેવીની (Indian NAVY) પાંખ આવેલી છે અહીં નૌસેના દિવસ નિમિતે ખાસ નેવી વીકનું આયોજન કરવામાં આવે છે જેમાં બીટિંગ સ્ટ્રીટ, પરેટ, મેરેથોન સાહિતના કાર્યક્રમો યૉજવામાં આવે છે.

    જામનગરમાં વાલસુરા ખાતે ઇન્ડિયન નેવી આવેલી છે. જામ સાહેબે 600 એકર જમીન દાનમાં આપી હતી. અહીં 1948માં નૌસેના ઇલેકટ્રીકલ એન્જીનીયરિંગ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ જયારે ભારત એક પ્રજાકસતાક દેશ બન્યો ત્યારે તેનું નામ બદલાવીને INS વાલસુરા કરવામાં આવ્યું હતું. કમાન્ડર DHR દાદાભાઈ પ્રથમ ભારતીય કામડિંગ ઓફિસર હતા.

    નેવીએ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી

    ભરતીય નૌસેનાની અદ્ભૂત પરાક્રમ અને ચુસ્ત રણનીતિને કારણે પાકિસ્તાન ધૂળ ચાટતું થઈ ગયું હતું. એ સમય હતો 1971નો જયારે પાકિસ્તાનની સરહદ બાંગ્લાદેશને કારણે વધુ હતી રહી પશ્ચિમ પાકિસ્તાન પૂર્વના પાકિસ્તાનને માત્ર નૌસેનાની મદદથી જ સમાન મોકલી શકતું. પરંતુ ભારતીય નૌસેનાની ચુસ્ત રણનીતિને કારણે પશ્ચિમી પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાનને જરાય મદદ કરી શક્યું નહીં.

    નૌસેનાનું સ્વર્ણિમ વિજય વર્ષ

    વર્ષ 2021માં 1971ના યુદ્ધની જીતની સ્વર્ણિમ જયંતિ છે. આથી આ વખતે આ દિવસની ઇન્ડિયન નેવી સાવર્ણિમ વિજય વર્ષ તરીકે માનવી રહી છે. ઇન્ડિયન નેવીની સ્થાઓના ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1612માં કરી હતી જેને બાદમાં રોયલ ઇન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું હતું. જો કે આઝાદી બાદ 1950થી ઇન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું છે.

    ભારતમાં નૌસેના દિવસ આ પહેલા રોયલ નેવીના ટ્રોફેગલર ડેની સાથે મનાવવામાં આવતો હતો. 21 ઓક્ટોબર 1944માં રોયલ ઇન્ડિયન નેવીએ પહેલી વાર નૌસેના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળ લોકોમાં નૌસેના અંગે જાગૃતતા વધારવાનો ઉદેશ્ય હતું. 1945થી બીજા વિશ્વ યુદ્ધ બાદથી નૌસેના દિવસ 15 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવતો હતો અને 1972થી 4 ડિસેમ્બરે નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.
    First published:

    Tags: Gujarati News News, Jamnagar News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन