Home /News /kutchh-saurastra /

જામનગર: ATM માં સર્જાઈ નાણાંની તંગી, બે દી' બેંક હડતાલથી જાણો શું શું મુશ્કેલી પડી

જામનગર: ATM માં સર્જાઈ નાણાંની તંગી, બે દી' બેંક હડતાલથી જાણો શું શું મુશ્કેલી પડી

ATM માં સર્જાઈ નાણાંની તંગી, બે દી' બેંક હડતાલથી જાણો શું શું મુશ્કેલી પડી

ગુજરાત(Gujarat)બેંક વર્કર્સ યુનિયન દ્વારા તારીખ 28મી માર્ચ અને 29 મી માર્ચે બે દિવસ હડતાલ પાડવામાં આવી હતી, હડતાલની પ્રથમ દિવસે ઓછી અસર જોવા મળી હતી પરંતુ બીજા દિવસે કરોડોનું ટ્રાન્જેકશન અટકી પડ્યું હતું, ત્યારબાદ ATM માં પણ નાણાં ખૂટી પડ્યા હોઈ તેવી ફરિયાદો ઉઠવા લાગી હતી.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: એક તરફ માર્ચ એન્ડિંગ(March Ending)ચાલી રહ્યું છે, તો બીજી બાજુ બેંક(Bank) કર્મચારીઓ બે દિવસ સજ્જડ હડતાલ (Bank Strike)પર ઉતર્યા છે. ત્યારે હડતાલને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બેંકના ખાનગીકરણના વિરોધમાં ગુજરાત(Gujarat)બેંક વર્કર્સ યુનિયન દ્વારા તારીખ 28મી માર્ચ અને 29 મી માર્ચે બે દિવસ હડતાલ પાડવામાં આવી હતી, હડતાલની પ્રથમ દિવસે ઓછી અસર જોવા મળી હતી પરંતુ બીજા દિવસે કરોડોનું ટ્રાન્જેકશન અટકી પડ્યું હતું, ત્યારબાદ ATM માં પણ નાણાં ખૂટી પડ્યા હોઈ તેવી ફરિયાદો ઉઠવા લાગી હતી.જામનગર(Jamnagar) શહેરના દિપક ટોકિઝ પાસે આવેલ યુકો બેન્ક પાસે બેંક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કેસરકારની ખાનગીકરણ અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં દેશના જુદા-જુદા ટ્રેડ યુનિયનો દ્વારા બે દિવસ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

    હડતાલ પર ઉતારેલા કર્મચારીઓની શું માંગણી છે ?


    બીજી બાજુ ખાનગીકરણ સામે રાષ્ટ્રિયકૃત્ત બેંકોના કર્મચારીઓ પણ બે દિવસ હડતાળ પર ઉતરી ગયા છે. બેંક હડતાલને લઈને કરોડોના નાણાંકિય વ્યવહારો ખોરવાયા હતા.જામનગરમાં પણ રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાલ પર ઉતારેલા કર્મચારીઓની માગણી છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને બિઝનેસ કોરસપોન્ડટસને કાયમી કરવા, મુદત બાકી ધિરાણોની વસૂલાત કરવી,જાહેર ક્ષેત્રોની બેંકોને મજબૂત બનાવાની સાથે બેંકોનું ખાનગીકરણ બંધ કરવું, ન્યુ પેન્શન સ્કીમ સમાપ્ત કરવી, ડીએ લિન્ક્ડ પેન્શન સ્કીમને પુન: સ્થાપિત કરવી, આઉટસોર્સિંગ બંધ કરવું, બેંકના થાપણો પર વ્યાજ દર વધારવાની સાથે ગ્રાહકો પર લગાવવામાં આવતાં ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવાની માગ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: 'વન રક્ષકની પરીક્ષા 12થી 2 દરમિયાન હતી, 1.15 કલાકે સોશિયલ મીડિયામાં ફરતું હતું'

    બેંક હડતાલથી શું શું મુશ્કેલી પડી ?

    બેંકની હડતાલને પગલે નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા, ખાસ કરીને ચેક ક્લીયરન્સ અને કેસ વિડ્રો જેવી કામગીરીને વધુ અસર પહોંચી છે. હડતાલ સોમવાર અને મંગળવારે હતી, જયારે ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા હતી, આમ શુક્રવારે ક્લિયરન્સ માટે નાખેલા ચેક ચેક બુધવાર અથવા ગુરુવારે ક્લીયરન્સ થશે. તો બે દિવસની હડતાલની અસર પહેલા દિવસ ઓછી થઇ પરંતુ બીજા દિવસે ATM માં નાણાં ન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. તો માર્ચ એન્ડિંગ હોવાથી વેપારીવર્ગ ખુબ જ પરેશાન થઇ ગયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Bank holiday, BANK STRIKE, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन