જામનગર: મનુષ્ય એક એવી પ્રજાતિ છે જે પોતાના ગુસ્સા પર કાબુ મેળવી શકતો નથી. આવેશમાં આવીને (Jamnagar Crime News) એવું પગલું ભરી લેતા હોઈ છે કે તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. આજના યુગમાં એક નાની બાબતમાં પણ હત્યાં કે હત્યાંના પ્રયાશની ઘટના બની જાય છે. આવી જ એક ઘટના વર્ષો પહેલા જામનગરમાં સામે આવી હતી, જેમાં માત્ર દસ હજાર જેટલી મામૂલી રકમ (Local Crime News) માટે હત્યાં કરવામાં આવી, હવે આ મળે કોર્ટે આરોપી દંપતીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ ઘટના જામનગર તાલુકાના મોટીબાણુંગાર ગામની છે, જ્યાં માત્ર 10 હજારની ઉઘરાણી મામલે એવી માથાકૂટ થઇ કે તેમાં એક યુવકની હત્યા નીપજાવી દેવામાં આવી. આ મામલે પોલીસ કાર્યવાહી અને કોર્ટ કાર્યવાહી બાદ આ યુવકની હત્યાં કરવાનાં આરોપમાં એક પતિ-પત્નીને આજીવન કેદની સજા ફાટકરવામાં આવી. એટલું જ નહીં આ મામલે પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનાર એક આરોપીને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
સમગ્ર બનાવ પર વિગતે વાત કરીએ તો જામનગરના મોટી બાણુંગાર ગામમાં મધ્યપ્રદેશથી વાડીમાં મજૂરી કામ માટે આવેલા કાજુભાઇ રામસીંગ નામના યુવકનો મૃતદેહ ગામ નજીક ખારીના તળાવમાંથી મળ્યો હતો. જન થતા જ પંચકોશી એ ડીવીઝન પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 10,000 રૂપિયાની ઉઘરાણી મામલે હત્યાં કરવામાં આવી છે.
પોતાના રૂપિયા લેવા ગયેલા મૃતક કાજુભાઇને દેવચંદ ઉર્ફે દેવા દિત્યાભાઇ અને તેની પત્ની મોટલી ઉર્ફે કારીએ પાઇપ અને પાવડના ઘા ફટકારી હત્યાં નીપજવી હતી. એટલું જ નહીં હત્યાં બાદ દેવચંદભાઇના સાળા અનસીંગે પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરી હતી. આથી પોલીસે દંપતિ સામે હત્યાનો અને અનસીંગ સામે પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધી ત્રણેયની ઘરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.આર.દેવાણીની રજૂઆતો, સાહેદોના નિવેદનો, પુરાવા ધ્યાને લઇ આરોપી દેવચંદ અને તેની પત્નિને આજીવન કેદ અને સાળા અનસીંગને પુરાવાનો નાશ કરવા બદલ 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.