Jamnagar weather news: માત્ર એક જ દિવસમાં તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડ્યો, માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું
Jamnagar weather news: માત્ર એક જ દિવસમાં તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડ્યો, માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું
જામનગરમાં માત્ર એક જ દિવસમાં તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડ્યો, માવઠા બાદ ઠંડીએ જોર
Jamnagar Weather news: જામનગરમાં (Jamnagar news) સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું છે. લોકો મૂંઝવણમાં મુકાયા છે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. તો ખેડૂતોની તો દશા બેઠી છે.
Jamnagar news: સૌરાષ્ટ્ર-કચ્છમાં ભરશિયાળે વરસાદી માહોલ (Rainy weather) સર્જયા બાદ ફરી અચાનક ઠંડીએ જોર પકડ્યુ છે. માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 16થી 12 સુધી પહોંચી ગયો છે. એક જ દિવસમાં આટલા ડિગ્રી તાપમાન નોંધાતા હાડથીજવતી ઠંડી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને (Western Disturbances) કારણે ભર શિયાળે અષાઢી વાતાવરણ સર્જાયું હતું.
જામનગરમાં (Jamnagar news) સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું છે. લોકો મૂંઝવણમાં મુકાયા છે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. તો ખેડૂતોની તો દશા બેઠી છે.
હવે વાત કરીએ જામનગરના આજના હવામાનની તો
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા થઈ ગયું છે. તો લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે. તો પવનની ગતિ 5 કિમી પ્રતી કલાક રહેવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે.
ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર