Home /News /kutchh-saurastra /

વિન્ટેજ એરક્રાફ્ટ 'ડાકોટા-3' 25 એપ્રિલના રોજ આવશે જામનગર

વિન્ટેજ એરક્રાફ્ટ 'ડાકોટા-3' 25 એપ્રિલના રોજ આવશે જામનગર

વર્તમાન સમયમાં વિન્ટેજ ફ્લાઈટમાં રહેલા હેરીટેજ એરક્રાફ્ટમાં હોવર્ડ અને ટાઈગર મોથનો સમાવેશ થાય છે

વર્તમાન સમયમાં વિન્ટેજ ફ્લાઈટમાં રહેલા હેરીટેજ એરક્રાફ્ટમાં હોવર્ડ અને ટાઈગર મોથનો સમાવેશ થાય છે

    જામનગર: 1940ના વિન્ટેજનું ડાકોટા ડીસી-3 એરક્રાફ્ટ ટૂંક સમયમાં ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે. ડાકોટા ડીસી-3ના વિશાળ કાફલાએ ભારતીય હવાઈ દળમાં 1988 સુધી સેવાઓ આપી હતી. આ એરક્રાફ્ટ તે સમયનું સૌથી વધુ પ્રતિભાશાળી હવાઈ જહાજ હતું. સૌપ્રથમ ડાકોટા વિમાન કે જેણે કાશ્મીર સાથેના સંઘર્ષ દરમિયાન 27 ઓકટોબર 1947ના રોજ સૌપ્રથમ શીખ રેજીમેન્ટને સ્થળાંતર કરાવ્યું હતું, તેનું સન્માન કરવા માટે ભારતીય હવાઈ દળે આ એરક્રાફ્ટને નોંધણી નંબર આપ્યો છે. 1944માં નિર્માણ પામેલગ આ એરક્રાફટે રોયલ એર ફોર્સ સાથે સૈન્યમાં સેવા બજાવી હતી અને તે અન્ય નાગરિક ઉડ્ડયનો દ્વારાપણ સંચાલિત કરવામાં આવ્યું હતું.



    આ ખાસ વિમાનને 2011માં ભંગારમાંથી બચાવવામાં આવ્યું હતું અને સંસદ સભ્ય (રાજ્યસભા) રાજીવ ચંદ્રશેખર દ્વારા તેને ભારતીય હવાઈ દળને ભેટ આપવા માટે યુકેમાં તેને ફરી ઉડવા માટે સક્ષમ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય હવાઈ દળે એમ/એસ રીફ્લાઈટ એરવર્કસ લીમીટેડ લંડન સાથે તેની નેવિગેશન સીસ્ટમને સુધારવા માટેનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. 13 ફેબ્રુઆરી 2018ના રોજ હવાઈ સ્ટાફના ચીફ દ્વારા આ એરક્રાફ્ટને વિધિવત રીતે રાજીવ ચંદ્રશેખર તરફથી એક ભેટ તરીકે સ્વીકારવામાં આવ્યું. જેમના પિતા નિવૃત્ત એર કમાન્ડર એમકે ચંદ્રશેખર હવાઈ દળમાં વરિષ્ઠ ડાકોટા પાયલોટ હતા.



    વિમાનના પુનઃનિર્માણ બાદ તમામ ટેસ્ટ ફ્લાઈટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એરક્રાફટે પોતાની યાત્રા 17 એપ્રિલ 2018થી યુકેથી ફરી શરુ કરી. તેને ભારતીય હવાઈ દળ અને એમ/એસ રીફ્લાઈટ એરવર્કસ લીમીટેડની સંયુક્ત ટુકડી દ્વારા ભારત લાવવામાં આવી રહ્યું છે. ભારત તરફની તેની યાત્રા ફ્રાંસ, ઇટલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબિયા, બેહરીન અને ઓમાનમાં રોકાણ કરીને 25 એપ્રિલ 2018ના રોજ જામનગર ખાતે પૂરી થશે.



    આ એરક્રાફ્ટ આપણી વિન્ટેજ ફ્લાઈટમાં જોડાશે કે જે 1988માં પાલમમાં શરુ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં વિન્ટેજ ફ્લાઈટમાં રહેલા હેરીટેજ એરક્રાફ્ટમાં હોવર્ડ અને ટાઈગર મોથનો સમાવેશ થાય છે અને આ સાથે જ તેમાં વિશાળ શ્રેણીના અન્ય સૈન્યના એરક્રાફ્ટને પણ સામેલ કરવાની યોજના છે કે જેઓ આપણા ભવ્ય ભૂતકાળનો એક હિસ્સો છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Aircraft, જામનગર

    આગામી સમાચાર