Home /News /kutchh-saurastra /

શું તમારી જાણ બહાર કોઇએ લોન તો નથી લીધી ને, જામનગરમાં બની આવી ઘટના

શું તમારી જાણ બહાર કોઇએ લોન તો નથી લીધી ને, જામનગરમાં બની આવી ઘટના

શું તમારી જાણ બહાર કોઇએ લોન તો નથી લીધી ને, જામનગરમાં બની આવી ઘટના

જામનગરમાં કોર્પોરેશનમાં આવેલી યુનિયન બેંક(Union Bank)ના મેનેજર દ્વારા છેલ્લા બે વર્ષમાં રૂપિયા 69 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.

    જામનગરઃ બેંકમાં મેનેજર(Bank Manager)નું પદ એટલે ખુબ જ મહત્વનું હોય છે, લોનથી લઇને તમામ આર્થિક વ્યવહાર બેંકના મેનેજરની અંતર્ગત થતા હોય છે, પરંતુ બેંકના મેનેજરની દાનત બગડે તો કેવું પરિણામ આવે તેનું ઉદારહર આપતી ઘટના જામનગર(Jamnagar)માં સામે આવી છે. જામનગરમાં કોર્પોરેશનમાં આવેલી યુનિયન બેંક(Union Bank)ના મેનેજર દ્વારા છેલ્લા બે વર્ષમાં રૂપિયા 69 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે. બેંકના મેનેજરે પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી જુદાજુદા 11 જેટલા ખાતાધારકોના ખાતા મારફતે 94 લાખ રૂપિયાની લોન(Loan) મેળવી લીધા પછી બેંકમાં માત્ર 4.60 લાખની રકમ જમા કરાવી બાકીના 69.65 લાખ રૂપિયા અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરમાં JMCમાં આવેલી યુનિયન બેંકની બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી મળતિયા દર્શન હસમુખ મણીયાર સાથે મળી બેંકમાંથી બેંકના ખાતેદારોના નામે બનાવટી કોટેશન રજૂ કરી લોન મેળવી લઇ બેંક સાથે છેતરપીંડિ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બેંકના મેનેજર દ્વારા 2020થી અત્યારસુધીમાં કુલ 11 ખાતેદારોના નામના ખોટા કોટેશન રજૂ કરી લોન લેવામાં આવી હતી.

    જેમાં અલગ અલગ 7 જેટલા જામનગરના વેપારીઓના નામે બનાવટી કોટેશન રજૂ કરવામાં આવ્યા હતા જેની મદદથી કુલ 74 લાખ 25 હજાર રૂપિયાની લોન બેંકમાંથી મંજુરી કરાવી લીધી. લોન મંજુર કરાવ્યા બાદ મેનેજર દશરથે તમામ રકમ ઉપાડી લીધી હતી. જો કે ખાતેદારોને ખબર પડી જતાં રૂપિયા 4 લાખ 60 હજાર કેટલાક ખાતેદારોને પરત આપી હતી. પરંતુ 69 લાખ જેટલી રકમ અંગત ખર્ચમાં વાપરી નાખી હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચો: 500 ભારતીય વિદ્યાર્થીઓ જીવ બચાવવા યુનિવર્સિટીનાં ભોયરામાં છુપાયા, ખાવા પીવાના પણ છે ફાંફા

    જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા જયેશભાઇ ઇન્દુલાલ મણિયાર કે જેઓ ડાયાબિટીસની બિમારીથી પિડાતા હતા, અને તેઓનો જમણો પગ કપાવવાનો પણ વારો આવ્યો હતો. દરમિયાન તેઓએ 2020ના વર્ષમાં ઓગસ્ટ મહિનામાં બેંકમાંથી એક લાખ રૂપિયાની મુદ્રા લોન લેવા માટે અરજી કરી હતી,

    જો કે બે વર્ષ બાદ અચાનક જયેશભાઇના ઘરે બેંક તરફથી લોન રીકવરીનો ફોન આવ્યો અને જણાવવામાં આવ્યું કે બેંકમાંથી 8 લાખ રૂપિયાની લોન લીધી છે અને છેલ્લા કેટલાક સમયથી હપ્તા ભરતા નથી. આ વાત સાંભળીને જયેશભાઇના પગ નીચેથી જમીન ખસી ગઇ અને તેઓએ સીધો જ બેંકનો સંપર્ક સાધ્યો હતો. કંઇક ખોટું થયું હોવાનો અંદાજ આવી જતા જયેશભાઇએ સીટી એ ડિવિઝન પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરી હતી.

    આ પણ વાંચો: Photos: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટમાં કરાયો હાજર, આજે પણ ન કબૂલ્યો ગુનો

    ફરિયાદ મળતાં જ પોલીસ ટીમ કામે લાગી અને ઉંડાણપૂર્વક તપાસ કરી તો ચાલાક મેનેજરની પોલ ખૂલી ગઇ. જેમાં જાણવા મળ્યું કે જુદાજુદા 11 ખાતા ધારકોના ખાતામાંથી 74 લાખ 25 હજાર જેટલી લોન મંજુર કરાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે યુનિયન બેંકના મેનેજર દશરથસિંહ જાડેજા અને ખોટું કોટેસન આપી તેનો સાથ આપનાર દર્શન સામે સીટી એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Crime case, Jamnagar City, જામનગર

    આગામી સમાચાર