આ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી યુવતીના દાદી સહિતના દસ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે
Jamnagar News: આ હુમલા દરમ્યાન ધાર્મિક તથા મમતા કોળીએ છરી કાઢી દોટ મૂકતા દશરથસિંહે પોતાનો જીવ બચાવવા દોડ લગાવી હતી. તે દરમ્યાન રવિ સોલંકીએ ધોકો ફટકાર્યો હતો. પેટ્રોલપંપથી ખેતરમાં ઘૂસી જઈ દશરથસિંહ હર્ષદપુર ગામ તરફ ભાગતા હતા ત્યારે રસ્તામાં જ કાકા શિવુભા આવી પહોંચ્યા હતા. પાછળ આવી રહેલા પ્રકાશસિંહ, મહેન્દ્રસિંહ, સંજયસિંહે તેઓને પકડી રાખ્યા હતા
કિંજલ કારસરીયા, જામનગર : જામનગર (Jamnagar)ના કોંઝા ગામના યુવકના પ્રેમ સંબંધના કારણે થયેલી તકરારમાં કાકાનું ઢીમ ઢાળી (Murder case) દેવાયાની ઘટના સામે આવી છે. બાજુના નાધુના ગામની યુવતી સાથે થયેલ પ્રેમ પ્રકરણ (Love affair)માં યુવતીના પરિવારજનો અને કેટલાક લોકોએ યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન જ યુવકના કાકાને બચાવવા બોલાવ્યા હતા અને કાકાને માથાકૂટ દરમિયાન યુવતીના પક્ષે આવેલા દસેક શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
જામનગરના કોંઝા ગામના એક યુવાન અને નાઘુના ગામની એક યુવતી વચ્ચેના પ્રેમસંબંધના કારણે નાઘુના ગામના એક મહિલા સહિત સાત તેમજ અન્ય ત્રણે આ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. પોતાને બચાવવા તે યુવાને કાકાને ફોન કરતા દોડી આવેલા કાકાને ઘેરી લઈ ઉપરોક્ત દસેય વ્યક્તિઓએ માર મારતા કાકાનું ઢીમ ઢળી ગયુ હતું. પ્રેમ પ્રકરણના મામલે હત્યા થઈ જતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી યુવતીના દાદી સહિતના દસ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગર તાલુકાના કોંઝા ગામના 22 વર્ષીય થસિંહ નવલસિંહ ભટ્ટી નામના ગરાસીયા યુવાનની નાઘુના ગામના પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુરની પુત્રી પીનલ સાથે આંખો મળી ગઈ હતી. આ પ્રેમી યુગલ લગ્ન સંબંધથી જોડાવા માંગતુ હતુ પરંતુ પીનલના પિતા પ્રકાશસિંહને આ સંબંધ પસંદ ન હતો. તેઓએ દશરથસિંહને પોતાની પુત્રીથી દૂર રહેવા કહ્યું હતું. તેમ છતાં આ યુવાન અને પીનલ વચ્ચે પ્રેમસંબંધ જળવાઈ રહેતા યુવતીનો પરિવાર ઉશ્કેરાયો હતો.
તે દરમ્યાન જ સોમવારે સાંજે મામલો બિચકયો હતો. દશરથસિંહ સોમવારે સાંજે હર્ષદપુર નજીકના પેટ્રોલપંપ પર હતા ત્યારે ત્યાં ધસી આવેલા યુવતીનો ભાઈ ધાર્મિક પ્રકાશસિંહ કેશુર તથા કાકા મહેન્દ્રસિંહ ભૂપતસિંહ ઉર્ફે ટીમા, ધાર્મિકના મિત્ર તથા ધાર્મિકના દાદીએ ઝઘડો કરી મારામારી શરૂ કરી હતી.
અચાનક આમ બનતા ગભરાયેલા દશરથસિંહે પોતાના કાકા શિવુભા જીવણસંગ ભટ્ટીને ફોન કરી હર્ષદપુર પેટ્રોલપંપે આવવાનું કહેતા પોતાના ભત્રીજાને બચાવવા માટે કાકા શિવુભા કોંઝા ગામથી હર્ષદપુર આવવા નીકળ્યા હતા. તે દરમ્યાન પ્રકાશસિંહ, વિક્રમસિંહ ભૂપતસિંહ કેશુર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો, સરપંચ કમ એડવોકેટ સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિક પ્રકાશસિંહ, ધાર્મિકના દાદી, મમલો ગોવિંદભાઈ કોળી અને ચેલા ગામનો રવિ સોલંકી તેમજ બે અજાણ્યા શખ્સો મળી કુલ દસ વ્યક્તિ ત્રણ મોટર સાયકલ અને એક અલ્ટો મોટરમાં ધસી આવ્યા હતા. અને જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલા દરમ્યાન ધાર્મિક તથા મમતા કોળીએ છરી કાઢી દોટ મૂકતા દશરથસિંહે પોતાનો જીવ બચાવવા દોડ લગાવી હતી. તે દરમ્યાન રવિ સોલંકીએ ધોકો ફટકાર્યો હતો. પેટ્રોલપંપથી ખેતરમાં ઘૂસી જઈ દશરથસિંહ હર્ષદપુર ગામ તરફ ભાગતા હતા ત્યારે રસ્તામાં જ કાકા શિવુભા આવી પહોંચ્યા હતા. પાછળ આવી રહેલા પ્રકાશસિંહ, મહેન્દ્રસિંહ, સંજયસિંહે તેઓને પકડી રાખ્યા હતા. જ્યારે વિક્રમ તથા ધાર્મિકે છરી વડે ઘા માર્યા હતા. અને મમલા કોળી અને બે અજાણ્યા શખ્સે શિવુભાને ઢીકાપાટુ માર્યા હતા. જ્યારે રવિ સોલંકીએ ધોકો ફટકાર્યો હતો. આ શખ્સોના જીવલેણ હુમલાથી લોહીલુહાણ બની શિવુભા ઢળી પડયા હતા. તે પછી દસેય વ્યક્તિઓ ભાગી ગયા હતા.
આ ઘટનાક્રમ બાદ ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી. પરંતુ તે પહેલા શિવુભાનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ થતા જ પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ જે. ડી. પરમાર તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળ્યા પછી મૃતકના ભત્રીજા દશરથસિંહ ભટ્ટીની ફરિયાદ પરથી આઈપીસી 302, 307, 294 (ખ), 143, 147, 147, 149, 506(2), જી. પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત આદરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર