Home /News /kutchh-saurastra /

કરુણ ઘટના! Jamnagarમાં પતિ બાદ હવે એકના એક પુત્રનું Accidentમાં મોત, પરિવારમાં માતા-પુત્રી જ રહ્યા

કરુણ ઘટના! Jamnagarમાં પતિ બાદ હવે એકના એક પુત્રનું Accidentમાં મોત, પરિવારમાં માતા-પુત્રી જ રહ્યા

અકસ્માતની તસવીર

Jamnagar accident news: ટ્રેક્ટર અને બાઈક (Tractor and bike accident) વચ્ચેના આ અકસ્માતમાં બે તરુણના મોત થયા છે. આ બે તરુણમાંથી એક તરુણના પિતાનું પણ ચાર વર્ષ પહેલા મૃત્યુ થયું હતું, તેના પરિવારમાં હવે માત્ર માતા-પુત્રી જ રહ્યા છે.

વધુ જુઓ ...
    Jamnagar news: દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતમાં (Accident) મોતના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. આવો જ એક ગંભીર અકસ્માત જામનગરના લાલપુર તાલુકામાં સામે આવ્યો છે. ટ્રેક્ટર અને બાઈક (Tractor and bike accident) વચ્ચેના આ અકસ્માતમાં બે તરુણના મોત થયા છે. આ બે તરુણમાંથી એક તરુણના પિતાનું પણ ચાર વર્ષ પહેલા મૃત્યુ થયું હતું, તેના પરિવારમાં હવે માત્ર માતા-પુત્રી જ રહ્યા છે. તો મૃતક બંને તરુણના ઘર એકબીજાની નજીક છે. સમગ્ર બનાવને પગલે બંનેના પરિવારમાં ભારે કલપાંત સર્જાયો છે.

    આ હૃદયદ્રાવક ઘટનાની વિગત પર નજર કરીએ તો જામનગરના લાલપુર તાલુકા નજીક અવેલા મેકરણ પેટ્રોલ પમ્પ નજીક જીજે 3 સીએમ 3261 નંબરના ખાતર ભરેલા ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સાંજના 7 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર બે તરુણ સવાર હતા, જેઓ પીપર ગામેથી ફૂલ લઈને પરત ઘરે ફરી રહ્યા હતા. આ બંને તરુણ લાલપુરમાં સૈયદના વંડા પાસે રહેછે જેમાં 16 વર્ષીય ફૈઝાન ઇકબાલ રોડની સાઈડમાં ફાંગોળાઈ ગયો હતો, જયારે 15 વર્ષનો રેહાન લાલમિયા ટ્રેક્ટરના પાછળના ટાયર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


    એકના એક પુત્રનું મોત

    મૃતક રેહાનના પિતા લાલમિયાનું ચાર વર્ષ પહેલા જ કેન્સરની ઘાતક બીમારીને કારણે મૃત્યુ થયું હતું. મૃતક રેહાન તેની વિધવા માતા સમીનબાનુનો એકનો એક પુત્ર હતો. પોતાનો અંતિમ સહારો પણ છીનવાઈ જતા સમીનબા પર દુઃખનું આભ ફાટ્યું હતું. જયારે હવે આ પરિવારમાં માત્ર માતા-પુત્રી જ રહ્યા છે. તો અન્ય મૃતક તરુણ ફૈઝાન તેના માતા સધરાબેન અને પિતા ઇકબાલભાઈના પાંચ સંતાનોમાં બે પુત્ર પૈકી નાનો પુત્ર હતો.
    First published:

    Tags: Accident News, Crime news, Jamnagar News, Latest gujarati news

    આગામી સમાચાર