જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી થતાં 1નું મોત, 4 લોકોને બચાવાયા

આ ઘર પાસે થોડી જ જગ્યા છે અને ઘણી મોટી માત્રામાં લોકો હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

News18 Gujarati
Updated: August 16, 2019, 2:00 PM IST
જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી થતાં 1નું મોત, 4 લોકોને બચાવાયા
જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી
News18 Gujarati
Updated: August 16, 2019, 2:00 PM IST
રવિ બુદ્ધદેવ, જામનગર : જામનગરમાં શાકમાર્કેટ પાસે આવેલા દેવુભાનાં ચોક વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ મકાનનાં કાટમાળ નીચે હજી બેથી ત્રણ લોકો દબાયાની આશંકા વર્તાઇ રહી છે. આ દુર્ઘટનામાં ચાર જેટલા લોકોને બચાવી લેવમાં આવ્યાં છે.  આ ઘટનાની જાણ થતાં 25 લોકોનો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આ સાથે સ્થાનિક પોલીસ પણ આવી ગઇ છે.

આ મકાનમાં સમારકામનું કામ ચાલી રહ્યું  હોવાને કારણે મુસ્લિમ પરિવારની સાથે કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. અહીં હજી બચાવની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ મકાન ધરાશાયી થતા તેના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસનાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઘર પાસે થોડી જ જગ્યા છે અને ઘણી મોટી માત્રામાં લોકો હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

જુઓ : VIDEO: ભારે વરસાદથી અરવલ્લીના રાજલીના કોઝવે પર પાણી ફરી વળ્યાં

ગત મહિને પણ મકાન ધરાશાયી થયું હતું

નોંધનીય છે કે ગત મહિનામાં પણ જામનગરમાં એક મકાન ધરાશાયી થયું હતું. કાલાવડ નાકા બહાર ઘાંચી વાડ વિસ્તારમાં મોડી રાત્રે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. ત્રણ માળના આ મકાનના બે માળ ધડાકાભેર ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક બાળકી અને એક યુવાનને સામાન્ય ઈજાઓ પહોચી હતી.
First published: August 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...