જામનગરઃ રાજકોટ રેંજ આઇજી સંદીપ સિંહની ટીમ દ્વારા ધ્રોલમાં ધોળા દિવસે ફાયરિંગ (firing) કરી હત્યા નીપજાવવાના ગુનામાં ફરાર આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે આ ગુનામાં ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શાર્પ શૂટર સહિત ચાર શખ્સોની ધરપકડ (arrested) કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાના (Jamnagar) ધ્રોલ (dhrol) ખાતે ગત માર્ચ મહિનામાં ધોળા દિવસે ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની હત્યા નિપજાવવાના ગુનામાં જે તે સમયે પોલીસે ઉત્તર પ્રદેશના શાર્પશૂટર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનાના કામ છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની ત્રણ પિસ્ટલ સાથે રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુનાના કામ કુલ 6 આરોપીની ધરપકડ થતાં હજુ એક આરોપીની શોધખોળ શરૂ છે.
સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો 6 માર્ચ 2020ના રોજ ધ્રોલના ત્રિકોણ બાગ ખાતે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી. જે તે સમયે સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક અસરથી નાકાબંધી કરી અનિરુદ્ધ સિંહ સોઢા, મુસ્તાક પઠાણ, શાર્પ શૂટર અજીત ઠાકુર અને અખિલેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ચારેય સખસોની પૂછપરછ હાથ ધરતાં ઓમદેવ સિંહ જાડેજા નું નામ ખુલવા પામ્યું હતું.
ત્યારે સમગ્ર મામલે રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંહ દ્વારા એક પ્રેસ-કોન્ફરન્સ કરવામાં આવી હતી જે પ્રેસ કોન્ફરન્સમાં રેન્જ આઇજી સંદિપસિંહ જણાવ્યું હતું કે અનિરુદ્ધ સિંહ સોઢાને પડધરી ટોલનાકે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હતો. ત્યારે એકાદ વર્ષ પહેલા ભોગ બનનારના ગ્રુપમાં વાહનોના ટોલ ઉઘરાવવા બાબતે તકરાર સર્જાઈ હતી.
તેમજ આરોપી ઑમદેવ સિંહ જાડેજાના 50 લાખના પ્લોટના લેતી દેતી મામલે પણ તકરાર સર્જાતા દિવ્યરાજ સિંહ સાથે મનદુઃખ ચાલતું હતું. જે તમામ બાબતનો ખાર રાખી મૃતક દિવ્યરાજ સિંહની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો .
" isDesktop="true" id="1026309" >
ત્યારે છેલ્લા 15 દિવસથી આ બાબતનો કેસ ટોપ પ્રાયોરીટી ઉપર રાખી 5 ટીમ કાર્યરત હતી. જેમના સફળ પ્રયાસોના કારણે ફરાર મુખ્ય સૂત્રધાર સહિત અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.