Home /News /kutchh-saurastra /

જામનગરઃ તમે રામ, કૃષ્ણ, શંકર ભગવાન, હનુમાનજીને ગરબે રમતા નિહાળ્યા? જુઓ અહલાદક દ્રશ્યો

જામનગરઃ તમે રામ, કૃષ્ણ, શંકર ભગવાન, હનુમાનજીને ગરબે રમતા નિહાળ્યા? જુઓ અહલાદક દ્રશ્યો

Jamnagar

Jamnagar News : પુરુષો રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધા જી શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી ગરમે રમ્યા હતા

Jamnagar News : પુરુષો રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધા જી શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી ગરમે રમ્યા હતા

    જામનગરઃ હાલ રાજ્યમાં નવરાત્રીનો પવિત્ર (Navratri 2021) તહેવાર ચાલી રહ્યો છે. ભક્તો દ્વારા શેરી ગરબાનું આયોજન કરીને માતાજીની આરાધના કરી રહ્યાં છે. ઠેર ઠેર થતા શેરી ગરબાના (Sheri Garba in Navratri 2021)  આયોજનમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહીં છે. ક્યાં અનોખો મંડપ હોય છે તો ક્યાંક વિવિધ રાસ ગરબા રમવામાં આવે છે. ગરબામાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા જોઇને મન પ્રફુલ્લીત થઇ જાય છે. ત્યારે આવા જ એક અનોખા વેશભૂષા ગરબાનું આયોજન જામનગરના શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ જામનગરમાં (shree Bharat Mata Adarsh Garbi Mandal Jamnagar Garba Video)  લીમડા લાઈન વિસ્તારમાં કરવામાં આવે છે જેનું આયોજન છેલ્લા 50 વર્ષથી સતત થતું આવ્યું છે. અહીં રમાતા અનોખા ગરબાનો લ્હાવો લેવા શહેરીજનો ઉમટી પડે છે.

    જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા આયોજીત આ અનોખા ગરબામાં ત્રીજા નોરતે વેશભૂષા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો દ્વારા મહાભારત, રામાયણના પાત્રોની વેશભૂષા કરી ગરબે રમવામાં આવ્યું હતું. એનાથી પણ અનોખી વાત એ છે કે જેમ આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી જેવા વિવિધ ધર્મોના લોકો પોતપોતાની સંસ્કૃતિ સાથે હળીમળીને રહે છે તેના કારણે વિવિધતામાં એકતાના દર્શન થાય છે તેવી જ રીતે અહીં આસપાસ રહેતા મુસ્લિમ, સિખ, ખ્રિસ્તી પરિવારો દ્વારા હોશભેર આ ગરબીના આયોજનમાં ફાળો તથા સહકાર અને મહેનત આપવામાં આવે છે એટલા માટે જ આ ગરબી મંડળનું નામ શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ સાચા અર્થમાં સિધ્ધ થાય છે.

    નવરાત્રીના ત્રીજા નોરતે શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા ખાસ પ્રકારના વેશભૂષા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષો રામ, લક્ષ્મણ, સીતા જી, કૃષ્ણ, રાધા જી શંકર ભગવાન, ગણેશજી ,હનુમાનજી ,રાવણ ,છત્રપતિ શિવાજી, ટીપુસુલતાન, સિકંદર ઋષિ-મુનિ, જટાયુ, અસુર જેવા રામાયણ તથા મહાભારતના અનેકવિધ પાત્રોની આહેબહુ વેશભૂષા ધારણ કરી એક જ મંચ ઉપર રાસ કરીને માતાજીની આરાધના કરી હતી. આ દ્રશ્યો જોઇને થોડીવાર એવું લાગી રહ્યું હતું કે જાણે સાક્ષાત તમામ દેવી-દેવતા રાસ રમી રહ્યાં હોય..
    Published by:Jay Mishra
    First published:

    Tags: Navratri 2021, Navratri Tradition

    આગામી સમાચાર