Home /News /kutchh-saurastra /

આજે જામનગરમાં ઉનાળાના તાપનો અનુભવ થશે, જાણો આજનો હવામાન રિપોર્ટ

આજે જામનગરમાં ઉનાળાના તાપનો અનુભવ થશે, જાણો આજનો હવામાન રિપોર્ટ

આજે જામનગરમાં ઉનાળાના તાપનો અનુભવ થશે, જાણો આજનો હવામાન રિપોર્ટ

સંજય વાઘેલા, જામનગર: વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે જામનગરમાં ઉનાળાના તાપનો અનુભવ થશે, આજે જામનગરમાં પહેલીવાર લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેમ જેમ લઘુતમ તાપમાનનો પારો નીચો તેમ ઠંડીનું પ્રમાણ વધુ

    સંજય વાઘેલા, જામનગર: વાતાવરણ(Weather)માં પલટાની આગાહી વચ્ચે આજે જામનગર(Jamnagar)માં ઉનાળા(Summer)ના તાપનો અનુભવ થશે, આજે જામનગરમાં પહેલીવાર લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેમ જેમ લઘુતમ તાપમાનનો પારો નીચો તેમ ઠંડીનું પ્રમાણ વધુ. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western disturbance) ને કારણે ઉત્તર ભારત(North India)માં કમોસમી વરસાદ(Rain)ની આગાહી(Forecast) કરવામાં આવી છે, ખાસ કરીને ગુજરાત(Gujarat) અને ખાસ સૌરાષ્ટ્ર(Saurashtra)માં તેની અસર જોવા મળી હતી, પરંતુ જામનગરમાં તેની કોઈ અસર જોવા મળી નથી. જામનગરના આજના હવામાન(Weather)ની વાત કરીએ તો આજે લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહેશે. સાથે જ પવનની ગતિ 5.5 સુધી રહેશે. હવામાન વિભાગ(Weadher department)નું કહેવું છે કે આગામી દિવસોમાં ઉનાળો(Summer) શરુ થઇ રહ્યો છે.

    આજે કેવું રહેશે હવામાન ?

    ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી જાણવવામાં આવ્યું છે કે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહેશે, મહત્તમ 34 ડિગ્રી હશે, તો હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા રહેવાનો અંદાજ છે. આજે પવનની ગતિ 5.5 કિમી પ્રતી કલાકની ઝડપે રહેશે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ લઘુતમ તાપમાન નીચું તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધુ.

    કોલ્ડ વેવમાં ઠુંઠવાયુ હતું જામનગર

    થોડા દિવસ પહેલા ઠંડીની સાથે સાથે 5થી વધુની કિમી પ્રતી કલાકની ઝડપે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકાયો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જામનગરમાં છેલ્લા એક જ સપ્તાહમાં હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા, ખાસ કરીને માવઠા બાદથી એકદમ જ હાડથીજવતી ઠંડી પાડવા લાગી હતી. માત્ર એક જ સાપ્તાહમાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. જેના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. તો કોલ્ડ વેવ બાદ અચાનક ધુમ્મસ આવી અને ઠંડીનો પારો 8 ડિગ્રી વધી પણ ગયો.

    ભરશિયાળે વરસાદી માહોલ સર્જયા બાદ ફરી અચાનક ઠંડીએ જોર પકડ્યુ હતું. માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 16થી 10 સુધી પહોંચી ગયો હતો. એક જ દિવસમાં આટલા ડિગ્રી તાપમાન નોંધાતા હાડથીજવતી ઠંડી પડી હતી. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભર શિયાળે અષાઢી વાતાવરણ સર્જાયું હતું. જામનગરમાં સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું હતું. તો ખેડૂતોની તો દશા બેઠી છે.

    વરસાદથી રવિ પાકને નુકશાન

    પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થતો હોઈ છે. શિયાળામાં ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, કમોસમી વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવતી હોઈ છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
    First published:

    Tags: Local News, Weather forecast Jamnagar weather

    આગામી સમાચાર