નવી દિલ્હી : ભારતને આજે રાફેલ લડાકૂ વિમાનની સેકન્ડ બેચની ડિલિવરી (Secong Batch of Rafael) મળી જતા ફ્રાન્સથી ઉડાણ ભરીને આસમાનનો રાજા સીધો જ જામનગર ( Jamngar) આવી પહોંચ્યો છે. રાફેલ વિમાનની બીજી બેચમાં 3 વિમાન છે. ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ , રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે . રાત્રે 8.14 કલાકે તેને લેન્ડિંગ કર્યું છે . મહત્વનું છે કે , 3 રાફેલ ફાઈટર પ્લેનએ ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે . ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પુરી કરવામાં આવી છે . રાફેલા આવતાની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઇ છે . આ લડાકુ રફેલ સવારે અંબાલા જવા રવાના થશે.
આ પછી જાન્યુઆરીમાં ભારતને વધુ ત્રણ વિમાન મળશે અને ત્યારબાદ માર્ચમાં 3, એપ્રિલમાં 7 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ પહોંચાડવામાં આવશે. આ રીતે, આવતા વર્ષે એપ્રિલ સુધીમાં, દેશમાં વિમાનોની સંખ્યા 21 થઈ જશે. તેમાંથી 18 ફાઇટર એરક્રાફ્ટ ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનમાં જોડાશે.
આ પણ વાંચો : US Election LIVE: ટ્રમ્પે પોસ્ટલ બેલેટની ગણતરી પર ગંભીર આક્ષેપ કર્યા, અમેરિકાનું કોકડું ગુંચવાયું
ફાલનું બીજું શિપમેન્ટ ભારત પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. ભારતીય વાયુસેનાએ આ સંદર્ભમાં ટિ્વટ કર્યું છે કે, રફાલ વિમાનનો બીજો તબક્કો 4 નવેમ્બર, 2020 ના રોજ, ફ્રાન્સથી ઉડાન ભરી ઉડાન રોકાયા વિના, રાત્રે 8: 14 વાગ્યે ભારત પહોંચ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે પાંચ રાફેલ લડાકુ વિમાનોની પ્રથમ ટુકડીને 10 સપ્ટેમ્બરના રોજ અંબાલા એરબેઝ પર ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે દાખલ કરવામાં આવી હતી.
રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) છે. રાફેલ ફાઇટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, જમીનથી સમર્થન, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે.
આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી ટ્રેન દોડશે, વડોદરાથી-કેવડિયા સુધીની રેલવે લાઇનનું કામ પૂર્ણતાના આરે
રાફેલની શું છે ખાસિયત? - રાફેલ ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. તે અનેક ભૂમિકા ભજવવામાં સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેકમાં સક્ષમ છે. તેની તાકાતનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે તે નાના ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. રાફેલ એરક્રાફ્ટ 9500 કિલોગ્રામ ભાર વહન કરવામાં સક્ષમ છે. તે મહત્તમ 24500 કિલોગ્રામ વજનની સાથે ઉડાન ભરી શકે છે. આ ફાઇટર જેટની મહત્તમ સ્પીડ 1389 કિ.મી./કલાક છે. એકવારમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે. તે હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે.