Home /News /kutchh-saurastra /

પોલીસ સંચાલિત દારૂના અડ્ડા? જામનગરમાં ત્રણ પોલીસકર્મીના રાતોરાત ટ્રાન્સફર, PSI રડારમાં !!

પોલીસ સંચાલિત દારૂના અડ્ડા? જામનગરમાં ત્રણ પોલીસકર્મીના રાતોરાત ટ્રાન્સફર, PSI રડારમાં !!

પ્રતીકત્મક તસ્વીર

જામનગરમાં પોલીસ બેડામાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે, કે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને રાતોરાત જામનગર હેડકવાર્ટ?

    સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં પોલીસ બેડામાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે, કે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને રાતોરાત જામનગર હેડકવાર્ટરમાં ટ્રાન્સફર કરી દેવાયા અને મેઘપર પડાણાના PSI સામે આંતરિક તપાસના આદેશ પણ કરી દેવાયા છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પોલીસની મીઠી નજર હેઠળ દેશી-દારૂના અડ્ડા ધમ ધમી રહ્યા હતા, સ્થાનિક પોલીસને ઊંઘમાં રાખી LCB ની ટીમે દરોડા પાડ્યા હતા. મોટા પ્રમાણમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની વિગત સામે આવતા જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા અને તાત્કાલિક પગલા લેવામાં આવ્યા.

    સમગ્ર બનાવ અંગે વિગતે વાત કરીએ તો જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ત્રણ ગામોમાં LCB પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, આ દરોડામાં દેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. થોડી ઊંડાણ પૂર્વક તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું કે સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ આ દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી. અગાઉના મીડિયા રિપોર્ટ તપાસ કરતા જાણવા મળ્યું કે મેઘપર પડાણા વિસ્તારમાં દારૂના અડ્ડા પકડાવા કોઈ નવી વાત નથી, પરંતુ પહેલીવાર એવુ બન્યું છે કે આ વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર કોઈ પોલીસકર્મીની મીઠી નજર હોઈ.

    આ પણ વાંચો: પાટણ: કેનાલમાં પગ લપસતા 23 વર્ષનો ભાઇ ડૂબ્યો, નાની બહેન બચાવવા ગઇ, બંને ડૂબ્યાં

    જામનગર જિલ્લા પોલીસ વડાની ઓફીસથી મેઘપર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા, જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી બદલીને હેડ કવાર્ટર ખાતે મૂકી દેવાના આદેશ નીકળ્યા છે અને PSI કે.આર. સીસોદિયા સામે ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે. આ બાબતે જયારે જામનગર જિલ્લા વડા ઇન્ચાર્જ એસપી નિતેશ પાંડેને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે આ તંત્રની આંતરિક બાબત છે, પોલીસ વિભાગમાં બદલીઓ તો થતી રહે છે, ખાતામાં ઈન્કવાયરી આંતરિક બાબત છે.

    આ પણ વાંચો: હવે તો સુધરો! અમદાવાદીઓએ માત્ર 11 દિવસમાં માસ્ક ન પહેરવાના 25 લાખથી વધારે ચૂકવ્યાં

    ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ જામનગરની LCB પોલીસની ટીમે મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના તાબેના પડાણા, જોગવડ અને ગાગવાધારમાં દેશી દારૂના દરોડા પાડ્યા હતા જેમાંથી તેમને એક ચાલુ ભઠ્ઠી તેમજ 90 લીટર, 150 લીટર વગેરે દેશી દારૂ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘપર-પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું દુષણ ઘર કરી ગયું છે, ભૂતકાળમાં આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ થઈ હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन