સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમમાં (Cyber Crime)ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ફરી એકવાર નાયઝીરીયન ગેંગનો (Nigerian gang)જામનગરનો વ્યક્તિ શિકાર બન્યો છે. આ વખતે આંગણીયા પેઢીમાં નોકરીમાં સારો પગાર અપાવવાની લાલચ આપી વ્યક્તિ ફસાયો હતો. આ વ્યક્તિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે આંગણીયા પેઢીમાં નોકરી અપાવવાના બહાને તેના ડોક્યુમેન્ટના આધારે બેંકનું ખાતું ખોલવામાં આવ્યું અને ત્યારબાદ આ બેંક એકાઉન્ટમાંથી (Bank account) કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી હોવાની પોલીસ તપાસમાં હકીકત જણાઇ આવી હતી. એટલું જ નહીં સમગ્ર બાબતે નાઇજીરીયન ફ્રોડ દ્વારા કરોડો રૂપિયાના ફ્રોડ આચર્યા હોવાની વિગત સામે આવી છે. આ બાબતે જામનગર પોલીસ મુંબઇ જઇને નાઇજીરીયન રાફેલ એડેડીઓ ઇન્કાની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરમાં રહેતા હરીશ જેઠા પરમારે પોતાની સાથે છેતરપીંડિ થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું કે મેહુલનગરમાં રહેતા જતીનભાઇ પાલાએ આજથી આશરે બે મહીના પહેલા મને મળી તેને જણાવેલ કે મુબંઇમાં સારા પગાર સાથે આંગણીયા પેઢીમાં નોકરી કરવી હોય તો સંપર્ક કરશો જેથી આ હરીશભાઇ પરમારે તેનો સંપર્ક કરતા તેને જતીન પાલા તથા જામનગર નો બીજો વ્યક્તિ મોહીત પરમાર રૂબરૂ મળેલ અને તેની પાસેથી નોકરી માટે કંરટ અને સેવીંગ એકાઉન્ટ નવા ખાતા ખોલવા પડશે તેમ જણાવી તેના ડોક્યુમેન્ટ મેળવેલ જે આધારે જતીન પાલા અને મોહીત પરમારે પી.એલ.કન્સલટન્ટ નામની ખોટી પેઢી બનાવી અને તે પેઢીના નામના કરંટ અને સેવીંગ એકાઉન્ટ ખોલાવેલ જેમાં એકાદ મહીના માંજ આશરે ૪૦ લાખ જેટલા રૂપીયાની લેવડ દેવડ કરી નાખી, ત્યારબાદ હરીશભાઇ પરમારને તેના ખાતાનુ દુર ઉપયોગ થતો હોવાની શંકા ગયેલ અને પોતાની સાથે છેતરપીંડી થયેલ નુ જણાતાઆ બાબતે જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.
બાદ તપાસ દરમ્યાન જતીન પાલા તથા મોહીત પરમારના રહેઠાણ ઉપરથી એક્સીસ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક, યશ બેન્ક ના જુદીજુદી વ્યક્તિઓના નામના 30 એટી.એમ. ડેબીટ કાર્ડ તથા 29 ચેક બુક તથા પેઢીના રબર સ્ટેમ કુલ ૨ તથા મોબાઇલ તથા કુલ સીમ કાર્ડ ૬ મળી આવેલ. સમગ્ર બાબતે પોલીસને મોટા કૌભાંડની જાણ થતા આ બંન્ને આરોપીઓની સંધન પુછપરછ કરવામાં આવી અને આ તમામ બેન્ક ખાતાઓના ટ્રાન્સજેકશન હીસ્ટ્રી મેળવામાં આવેલ જેમાં છેલ્લા બે મહીનામાં જ કુલ ૬ કરોડ ૯૫ લાખ રૂપીયાનુ ટ્રાન્જેકશન જણાઇ આવેલ તેમજ હાલમાં આ ખાતાઓમાં ૨૪ લાખ ૦૮ હજાર રૂપીયા મળી આવેલ જે તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા અને તમામ રૂપીયા આ બંન્ને ઇસમોએ ઉપાડી મુબંઇ ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કા ને જામનગર તથા રાજકોટ થી આંગણીયા પેઢી મારફતે મોકલી આપેલ છે. આ રૂપીયા નાઇજીરીયન ગેન્ગ દ્રારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચીટીંગ કરીને મોકલેલ છે જેમાં જામનગર ના બંન્ને સખ્સોએ (૧) જતીન પાલા તથા (૨) મોહીત પરમાર નાઓએ રીસીવર(આજામેન) તરીકેની ભુમીકા ભજવેલ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર