Home /News /kutchh-saurastra /

જામનગરના 12 વર્ષના આ કિશોરે કરાટેમાં 30થી વધુ મેડલ જીત્યા, બંને ભાઈ-બહેન પણ બ્લેક બેલ્ટ વિજેતા

જામનગરના 12 વર્ષના આ કિશોરે કરાટેમાં 30થી વધુ મેડલ જીત્યા, બંને ભાઈ-બહેન પણ બ્લેક બેલ્ટ વિજેતા

જામનગરના

જામનગરના 12 વર્ષના આ કિશોરે કરાટેમાં 30થી વધુ મેડલ જીત્યા, બંને ભાઈ-બહેન પણ

જામનગરના ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા બોકાણી પરિવારમાં ત્રણ બાળકો કરાટેમાં બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો છે. પિતા સંજયભાઇ કોન્ટ્રાક્ટર

    જામનગરઃ આજના યુગમાં પેરેન્ટ દ્વારા પોતાના બાળકોને અભ્યાસની સાથે સાથે અન્ય સ્કીલ્સ બહાર આવે તે તરફ વળ્યા છે. જો કે ઘણા એવા પરિવારો પણ છે જેમાં સુવિધા વગર ટેલેન્ટની મદદથી ઘણા બાળકો શહેર અને દેશનું નામ રોશન કરતાં હોય છે. જામનગરમાં એક પરિવાર એવો પણ છે જેમાં ત્રણ બાળકો કરાટેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયન છે. ત્રણેય સંતાનોના માતા-પિતા એજ્યુકેટેડ નથી પરંતુ તેઓએ પોતાના બાળકોના ટેલેન્ટને જોઇને સંપૂર્ણ મદદ કરી પરિણામ સ્વરૂપે બે ભાઇ અને એક બહેન કરાટેમાં બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો છે અને નેશનલ-ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં અનેક ગોલ્ડ-સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે.

    જામનગરના ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા બોકાણી પરિવારમાં ત્રણ બાળકો કરાટેમાં બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો છે. પિતા સંજયભાઇ કોન્ટ્રાક્ટર છે તેમનો મોટો દિકરો કિશન 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. નાનો દિકરો ઋષિકેશ સાતમું ધોરણ અને દિકરી સ્વાતી ફિલિપિન્સમાં MBBS કરે છે. સંજયભાઇના ત્રણેય સંતાનો જામનગરમાં આવેલા લાયન્સ કરાટે ક્લબમાં કોચ નિતેશ મકવાણા પાસેથી કરાટેની ટ્રેનિંગ મેળવે છે. સંજયભાઇનો મોટો દિકરો કિશન હાલ ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાથી તે હાલ કરાટે કોમ્પિટિશનમાં પાર્ટીશિપેટ કરતો નથી પરંતુ નાનો દિકરો ઋષિકેશ હાલમાં જ 16 તારીખે જયપુરમાં યોજાયેલી ઇન્ટરનેશન સ્પાર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યો છે.

    આ પણ વાંચો: અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું

    બ્લેક બેલ્ડ પ્રાપ્ત કરનાર ઋશિકેસ પાસે 40 જેટલા મેડલ અને સર્ટિફેકેટ છે. જે તેણે વિવિધ નેશનલ-ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પ્રાપ્ત કર્યા છે. ઋષિકેશને કરાટે તથા શૂટિંગમાં રસ છે. જો કે તેને મોટો થઇને ફિલ્મી કરિયર બનાવવું છે. તેને એક્ટર બનવાનો શોખ છે.
    કરાટેની સાથે સાથે ઋષિકેશ અભ્યાસમાં પણ હોશિયાર હોવાનું તેના પિતા જણાવે છે.

    પિતા સંજયભાઇનું કહેવું છે કે કરાટે કોચિંગની મહિને 600 રૂપિયા જેટલી ફી હોય છે, સાથે સાથે જ્યાં જ્યાં ટૂર્નામેન્ટ હોય ત્યાં જવા અવવાનો ખર્ચ વધુ થાય છે. સરકારી પ્રતિયોગિતાઓમાં એટલો ખર્ચ થતો નથી પરંતુ અન્ય ટૂર્નામેન્ટમાં વધુ ખર્ચ થાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन