રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ત્રણ ઘટનાઓ, બે લોકોના મોત, સાત ઘાયલ

News18 Gujarati
Updated: January 23, 2019, 4:25 PM IST
રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ત્રણ ઘટનાઓ, બે લોકોના મોત, સાત ઘાયલ
બારડોલી અકસ્માતની તસવીર

સુરતમા ત્રિપલ અકસ્માત, મોડાસામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત અને જામનગરમાં ખંભાળિયા હાઇેવ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

  • Share this:
ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ત્રણ અકસ્માતની ઘટનાઓ બની છે. જેમાં સુરતમા ત્રિપલ અકસ્માત, મોડાસામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત અને જામનગરમાં ખંભાળિયા હાઇેવ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રણ અકસ્માતમાં કુલ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ સાત લોકોને ઇજાઓ પહોંચી છે. જેને પગલે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ તમામ કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

સુરતના કડોદરા બારડોલી રોડ ઉપર તબે બાઇકને ટ્રકે અડફેટે લીધી હતી. જેના પગલે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક સુરત વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ યુવક ઉપર અત્યાચાર કેસમાં અઠવા પોલીસ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ

આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસામાં હજીરા વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે ઓવરટેક કરવા જતાં સામેથી આવતી કાર બાઇક સાથે અથડાઇ હતી. ઘાયલ બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

જામનગરના અકસ્માતની વાત કરીએ તો ખંભાળિયા હાઇ-વે ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પડાણા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘાયલોને જામનગર જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
First published: January 23, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading